Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:નકટિયાહનવત ગામે ત્રણ દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટ:૭૫ જેટલી ટીમોએ ભાગ લીધો

  • November 10, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લામાં નવા વર્ષ નિમિત્તે સુબિર તાલુકાના નકટિયાહનવત ગામે ત્રણ દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ.પૂર્વ પટ્ટી અંતરિયાળ વિસ્તારમાં આવેલ નકટિયાહનવત ખાતે નવા વર્ષ નિમિત્તે ૩ દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટમાં માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે ઉદ્ધાટન કરી ટુર્નામેન્ટનુ પ્રારંભ કરાયો હતો.તેમા સતત ત્રણ દિવસ ચાલનાર કબડ્ડી ટુર્નામેન્ટને મનભરી ખેલ જોવા અનુરોધ કર્યો હતો તા.૮ જી નવેમ્બર થી ૧૦ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન આયોજીત કબડ્ડી ટુર્નામેન્ટની પરંપરા વિષે માહિતી આપી અને નવા વર્ષ નિમિત્તે વરસોથી ચાલતી રમત જે ૧૯૭૫ થી ૨૦૧૮ સુધીની જાણકારી ગ્રુપ ગ્રામ પંચાયતના કાર્યકર્તા પ્રવિણ દેસાઇ અને રોઇદાસભાઇ ગાયકવાડ દ્વારા આપી સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. નકટિયાહનવત ગામે રમત-ગમત કાર્યક્રમમાં માજી બાંધકામ અધ્યકક્ષ સુરેશભાઈ ચૌધરી,ડાંગ જીલ્લા પંચાયત સદસ્ય સોમનાથભાઇ,ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન દેસાઇ,બુધયાભાઇ આહીર સહીત માહાનુભાવો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ આયોજન નકટિયાહનવત ગામના જય યોગેશ્વર મંડળ અને ગ્રામ જનો દ્વારા કરવામાં આવી હતી.આ રમતમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર,ડાંગ જિલ્લા અને અન્ય જિલ્લામાંથી ૭૫ જેટલી ટીમોએ ભાગ લઇ રમત-ગમત નિહાળનાર ગ્રામ જનો અને આજુ બાજુના સ્થાનિકોનુ કબડ્ડીની ટીમોએ પોત પોતાનું સર્વસ્વ પ્રદર્શન દાખવી સ્થાનિકોનુ મન મોહીત કર્યુ હતું જેમાં અંતે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર (કાકસાળા) ૧૨૦૦૦ રુ.નુ રોકડ પુરસ્કાર આપી એનાયત કર્યા હતા અને બીજા ક્રમે.આહવા કોલેજ ને ૬૦૦૦ રુ. ત્રીજા ક્રમે. મહારાષ્ટ્ર (વડપાડા)ટીમને ૩૦૦૦ રુ.આપી વિજેતા ટીમોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી અને આવતા વર્ષે વધુમાં વધુ ટીમો રમત-ગમત ક્ષેત્રમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું.જયારે કાર્યક્રમનુ સમાપન અને આભાર વિધિ નકટિયાહનવત જય યોગેશ્વર મંડળએ આ ટોપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application