Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Whatsappમાં આવ્યું નવું સ્ટીકર ફિચર:તમે જાતે જ બનાવી શકો છો પોતાનું સ્ટીકર:દોસ્તો અને સંબંધીઓને મોકલી શકો છો.

  • November 10, 2018 

Whatsapp એ ગત મહિને એક નવું ફિચર એડ કર્યું છે.જેમાં દોસ્તો અને સંબંધીઓને સ્ટીકર મોકલી શકો છો.દિવાળી અને અન્ય તહેવારો થકી આ ફિચર ખુબ જ ઝડપથી લોકપ્રિય થયું છે.પરંતુ શું તમે જાણો છો કે,તમે જાતે જ આવું સ્ટીકર બનાવી શકો છો.પોતાનું સ્ટીકર બનાવવા માટે તમારે 'Sticker maker for WhatsApp' એન્ડ્રાઇડ એપ ડાઉનલોડ કરવાની રહેશે.આ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.એપ ડાઉનલોડ કર્યા પછી 'Create a new sticker pack'ઉપર ક્લિક કરો.ત્યારબાદ તમારા પેકનું નામ અને લેખક નોંધાવો.નવા પેજ ઉપર તમને મીડિયા એડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.ટોપ ઉપર જે આઇકોન હશે.તેને ટ્રે આઈકન અથવા આઇકન હશે જે વ્હોટ્સએપમાં સ્ટીકર પેક માટે ઓળખવા માટે હશે.ધ્યાન રહે કે આઇકન સ્ટીકરના રૂપમાં દેખાઇ નહીં દે.ત્યારબાદ પોતાનું સ્ટીકર બનાવવા માટે 'add sticker' ઉપર ક્લિક કરો,ગેલેરીથી કસ્ટમ સ્ટીક ઉપર યુઝર્સ ગૂગલ ફોટોઝથી અથવા ગેલેરીથી ફોટો પસંદ કરી શકો છો.એક ઇમેજ સિલેક્ટ થયા પછી.એનાથી તમે ક્રોપ પણ કરી શકો છો.ખોટું થવા ઉપર ફરીથી રિસેટ કરીને ક્રોપ કરી શકો છો.એક સ્ટીકર પેકમાં તમે 30 સ્ટીક એડ કરી શકો છો. એકવારમાં ઓછા સ્ટિકર પબ્લિશ કરી શકો છો.પરંતુ 30થી વધારે સ્ટીકર એડ નહીં કરી શકો.એક વખત 'Publish Sticker Pack'ઉપર ક્લિક કર્યા પછી સ્ટીકર જાતે જ whatsapp ઉપર એડ થઇ જશે.તમારા સ્ટીકર એપમાં ટ્રે આઇકનના નામથી ઓળખાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application