તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવનિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંક સમયમાંજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.દિવાળીની તહેવારમાં રજાઓ હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે.આજે પણ રાજ્ય તથા દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ૩૦ હજાર જેટલા પ્રવાસીઓ અહીં પહોંચ્યા છે,જેથી રસ્તા પર ૧૦ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી છે.આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે પણ ટિકિટ લેવા માટે બે કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી.રજાઓના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસન નિગમને ૫૦ લાખ કરતા વધુની આવક થઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી ખુલ્લુ રહે છે.સ્ટેચ્યુમાં રહેલી લિફ્ટમાં દિવસ દરમિયાન ૫૦૦૦ લોકો વ્યુઇંગ ગેલેરી સુધી જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application