નવસારી જિલ્લાની 4 વિધાનસભાના કુલ 1147 મતદાન મથકોમાં 84 બુથોને સંવેદનશીલ દર્શાવાયા છે. સંવેદનશીલ બૂથમાં 44 ટકા તો એકલા વાંસદા બેઠકમાં જ છે. નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો માટે તા.1 ડિસેમ્બરનાં રોજ કુલ 708 મકાનોનાં 1147 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે. આમ તો જિલ્લો મહદઅંશે ચૂંટણી વેળાએ શાંત રહ્યો છે અને મોટી અનિચ્છનીય ઘટના બની નથી પણ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં લઇ કેટલાક બુથને સંવેદનશીલ તારવી ખાસ ધ્યાન આપવામાં આવે છે. આંકડાકીય વિગતો જોઈએ તો જિલ્લામાં જે 1147 બુથ છે તેમાં 84 બુથને સંવેદનશીલ યા ક્રિટીકલ દર્શાવવામાં આવ્યા છે.
બેઠકો મુજબ જોઈએ તો સૌથી વધુ વાંસદા બેઠકના કુલ 330માંથી 37 બુથ સંવેદનશીલ છે. અન્ય બેઠકોની સ્થિતિ જોઈએ તો ગણદેવીમાં 311 બુથોમાં 23, જલાલપોરમાં 253 બૂથમાં 10 અને નવસારી બેઠકમાં કુલ 253 બૂથમાં 14 છે. જિલ્લામાં જે કુલ સંવેદનશીલ બુથો છે તેમાં 44 ટકા સંવેદનશીલ તો એકલા વાંસદા બેઠક ઉપર જ દર્શાવાયા છે. અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાના મતદાન મથકોમાં ટકાવારીની દૃષ્ટિએ 7.32 ટકા સંવેદનશીલ છે. જે 84 બુથ સંવેદનશીલ ઠેરવવામાં આવ્યા છે તે 56 મકાનોમાં ઊભા કરવામાં આવ્યાં છે. જિલ્લાની 4 બેઠકો ઉપર જે સંવેદનશીલ (ક્રિટીકલ) બુથો તારવવામાં આવ્યા છે તે મોટેભાગના ગ્રામ્ય વિસ્તારના જ હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application