Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નેશનલ હાઇવે માર્ગ ઉપર જીએસટીની ઇવેબીલ ચેકીંગ કરતી પેટ્રોલિંગ ટિમોનું સર્ચ ઓપરેશન:ઇવેબીલ વગર માલની ફેરાફેરી કરતા વાહનચાલકોમાં ફફડાટ

  • November 03, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:જીએસટી અંતર્ગત ઇવેબિલ ફરજીયાત કરાયા બાદ સીજીએસટીની ઇવેબીલ ચેકિંગ પેટ્રોલિંગ ટીમોએ વ્યારા નેશનલ હાઇવે માર્ગ પર દોડતી ગાડીઓ ઈવેબિલવગર કે ઈવેબિલ અને માલની વિસંગતતા વાળી 25 થી વધુ ટ્રકોમાં ચેકિંગ શરૂ કર્યું હતું,સીજીએસટી વિભાગએ લાલ આંખ કરતાં ઇવેબિલ વગર માલની હેરાફેરી કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.1એપ્રિલ થી ઈન્ટર સ્ટેટ માલના ટ્રાન્સ્પોર્ટેશન માટે જીએસટી અંતર્ગત ઈવેબિલ ફરજીયાત કરાયું છે.જેને લઈને આજરોજ વ્યારા નેશનલ હાઇવે સહિતના માર્ગો પર ઇવેબીલ ચેકિંગ પેટ્રોલિંગ ટીમોએ ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું છે.સીજીએસટી વિભાગના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જૈન ના જણાવ્યા અનુસાર,બીલ વિના ચોરીનો માલ સમાન સપ્લાય તો નથી થઇ રહ્યો ને તેની તપાસ કરવામાં આવી રહી છે.ઇન્સ્પેકટર સતબીરસિંગ સહિતના સ્ટાફ સાથે અત્યાર સુધી 25થી વધુ ટ્રકોનું ચેકિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું, High light-જીએસટી અંતર્ગત ઇવેબિલ ફરજીયાત કરાયા બાદ સીજીએસટીની ઇવેબીલ ચેકિંગ પેટ્રોલિંગ ટીમોએ હાઇવે માર્ગ ઉપર અનેક સ્થળો પર તપાસ શરૂ કરી છે, High light-સીજીએસટી ટીમે ઈવેબિલ વગર માલની વિસંગતતાવાળી 25 થી વધુ ટ્રકોમાં તપાસ શરૂ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application