તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના પશુપાલકોને થતા અન્યાય બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની આપેલ ધિરાણમાં ધિરાણ ન લેનાર સભાસદોને પણ નુકશાન થઇ રહ્યાનો આક્ષેપ કરાયો,અને તેમાં લોનધારકના ખાતા માંથીજ પૈસા ની વસુલાત કરાઈ તેવી માંગ કરતું આવેદન જિલ્લા કલેકટર ને આપવામાં આવ્યું હતું,
સુમુલ ડેરી સામે ફરી આંદોલન ના એંધાણ વર્તાઈ રહ્યા છે,એક તરફ પશુપાલકો અને કોંગ્રેસ દ્વારા સુમુલ દૂધ ના ભાવ ઘટાડા સામે વિરોધ ઉઠવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને અપાતી લૉન દૂધના કપાત માં કાપવા કરતા કાયદેસર વસુલ કરવા માંગ ઉઠી રહી છે,આજે તાપી જીલ્લામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, વ્યારાના ધારાસભ્ય પુનજીભાઈ ગામીત સહીત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો આગેવાનો,સભાસદો,પશુપાલકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને આ સન્દર્ભે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500