ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:સ્ટેચ્યુના લોકાર્પણ બાદ આડ અસરનો પ્રારંભ થયો છે અને આદિવાસીઓએ લડીને જ હક લેવાનો હોય એમ સ્ટેચ્યુના નિર્માણમાં મહેનત કરનાર સ્થાનિક 3000 થી વધુ કામદારોને હવે કામગીરી પૂર્ણ થતા છુટા કરી દેવાયા છે ત્યારે ગત રોજ જયારે સ્ટેચ્યુમાં ખાનગી એજન્સીઓને કામગીરી સોંપાઈ જેમાં સફાઈ, સિક્યુરિટી,સુપરવિઝન સહીતના કર્મચારીઓની ભરતી કરવામાં આવી જે બાબતની સ્થાનિક યુવક યુવતીઓને ખબર પડી ત્યારે તેઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવા ગયા અને આવા 200 સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓને સ્થાનિક ને નથી લેવાના કહી અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહિ અને જે હતા તેમને પણ બહાર કાઢી મુક્યા સાથે અન્ય રાજ્ય અને જિલ્લાના યુવકોને લેવા જતા આ યુવકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક આદિવાસીઓને કાઢી, બહારના લોકોની ભરતી કરતા થયો વિવાદ ઉભો થયો અને કોન્ટ્રાક્ટરે પોલીસ બોલાવી પડી હતી તમામ ભરતીમાં સ્થાનિકોની પહેલી પસંદગીની માંગની વાત પોલીસ વચ્ચે રહી સમજાવટ બાદ કોન્ટ્રાક્ટરે વચન આપતા સ્થાનિકો શાંત પાડ્યા,
High light:આ બાબતે નવાગામના દિપક તડવીએ જણાવ્યું હતું કે,આદિવાસીઓની જમીનો લીધે કહ્યું કે,રોજગારીની તકો ઉભી થશે,લોકાર્પણમાં મોદીએ પણ કહ્યું કે,રોજગારીની તકો સ્થાનિકોને મળશે ત્યારે હંમેશા અમારે ઘર્ષણમાં જ કેમ ઉતરવું પડે છે જો સ્થાનિકો સિવાય બીજાને કોઈપણ જગ્યાએ નોકરી પર રાખ્યા તો અમે આંદોલન કરીશું, અને નિર્માણ કામગીરીમાં ખુબ મહેનત કરી છે,કે સ્ટેચ્યુ અમારું જીવન બદલશે પણ આ ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા એવું નથી કરાતું જેથી સ્થાનિકોને રોજગારી મળે એ માટે અમને નોકરીએ રાખો ની માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500