તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-માંડવી માર્ગ પર મોડી રાત્રે કેટલાક અજાણ્યા ઇસમોએ ફિલ્મી ઢબે લુંટ ચલાવી હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે,જોકે બનાવ અંગે પોલીસને જાણ થતા ડીએસપી એન.એન.ચૌધરી નાઓની સુચના અને ડીવાયએસપી આર.એલ.માવાણી ના માર્ગદર્શન હેઠળ લુંટ-ધાડ ચલાવનાર પાંચ આરોપીઓ પૈકી બે જણાને ઝડપી પાડવામાં તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે,
મળતી માહિતી અનુસાર સોનગઢ-માંડવી માર્ગ ઉપર આવતું ખેરવાડા ગામની સીમ માંથી મોડીરાત્રે ટ્રક લઈને પસાર થતા ટ્રક ચાલક મેહબૂબભાઈ અબ્દુલભાઈ અને તેમનો પુત્ર ફેગુલને કડવો અનુભવ થયો હતો,કેટલાક લુટારુઓએ ટ્રક ચાલક અને ક્લીનર પિતા-પુત્રને લુટી ફરાર થઇ ગયા હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થતા તાપી જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી,ઉકાઈ-માંડવી માર્ગ પર રાત્રીના સમયે સુમસાન રસ્તાની વચ્ચોવચ્ચ અકસ્માત થયો હોય તેમ એક ઇસમને રસ્તા ઉપર સુવડાવી બીજો ઇસમ તેને ઉઠાવતો હોય અને ત્રીજો ઇસમ સફેદ કલરની એકટીવા નંબર જીજે-26-એલ-4126 ગાડીની લાઈટ પાડી અકસ્માત થયું હોય તેમ નાટક કરી સામેથી આવતી ટ્રક નંબર જીજે-04-એકે-4647 લઈને આવતા મેહબૂબભાઈ અબ્દુલભાઈ ને રોક્યો હતો,તે વેળાએ રોડની સાઈડમાં સ્પ્લેન્ડર બાઈક લઈને ઉભેલા અન્ય ઈસમો ટ્રકમાં ચઢી ગયા હતા,અને કલીનરના ગળાના ભાગે ચપ્પુ મૂકી “જે હોય તે આપી દો”તેમ કહી ટ્રક ચાલક પાસેથી 10,000/- રૂપિયા લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા,બનાવ અંગે મોડી રાત્રે પોલીસને જાણ થતા એકશનમાં આવી ગયેલી તાપી જિલ્લા પોલીસે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા લીંબી ગામના લોકો પાસે મદદ માંગી હતી જેમાં ગ્રામજનોએ ધાડના આરોપીઓને પડકારતા આરોપીઓ એકટીવા અને સ્પેલેન્ડર બાઈક મૂકી નાસી છૂટ્યા હતા,વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે ધાડ કરનારા આરોપીઓને શોધી કાઢવા તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે,પાંચ પૈકી બે આરોપીઓને ઝડપી પાડી ધાડના ગુન્હામાં ગયેલા રૂ.10,000/- પૈકી રૂ.4,000/- પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા,આ બનાવમાં ટ્રક ચાલક મેહબૂબભાઈ અબ્દુલભાઈ રહે,પાલીતાણા દરબારગઢ પાછળ જી-ભાવનગર ની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો,ફરાર થયેલા અન્ય આરોપીઓને શોધવા માટે તાપી જિલ્લા પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500