તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર સાહેબની ૧૮૨ મીટરની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોની ખાતેથી રાષ્ટ્રાર્પણ કર્યુ હતું.આ પ્રતિમાના નિર્માણમાં સમગ્ર દેશના ગામડાઓમાંથી ખેડૂતો દ્વારા ખેતીકામમાં ઉપયોગમાં લેવાયેલા ખેતઓજારો પ્રતિકરૂપે એકત્રિત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોખંડ એકત્રિકરણ અભિયાન દરમિયાન ઝારખંડના ખેડૂત દ્વારા સૌપ્રથમ આપવામાં આવેલ ખેતઓજાર (હથોડો) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કર્યો હતો. જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના નિકોલથી લોખંડ એકત્રિકરણ અભિયાન દરમિયાન જે ધ્વજથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે ધ્વજ વડાપ્રધાનશ્રીને અર્પણ કર્યો હતો.વડાપ્રધાનનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ બન્ને સ્મૃતિભેટો સરદાર સાહેબના મ્યુઝીયમમાં મૂકવા માટે આદર સહિત અર્પણ કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં સમગ્ર દેશના ખેડૂતો પાસેથી ખેતીકામમાં ઉપયોગમાં લેવામાં આવેલ ખેતઓજારનો ટૂકડો ઉઘરાવામાં આવ્યો હતો. સરદાર સાહેબે ખેડૂતોના હિતો અને પ્રશ્નો માટે અનેક સંઘર્ષો કર્યા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ખેતઓજારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જે દેશના ખેડૂતોની સામર્થશક્તિનું અનેરૂ પ્રતિક બની રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application