Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ખુશાલપુરા પાસે બે મોટર સાયકલની ટક્કરમાં ૨૭ વર્ષીય રબારી યુવકનું મોત

  • March 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ, વ્યારા:વ્યારા થઈ લોટરવા તરફ જતા માર્ગ પર આવતું ખુશાલપુરા ગામના પાટિયા પાસે બે મોટર સાયકલની ટકકરમાં ૨૭ વર્ષીય યુવકનું ઘટના સ્થળ જ મોત નીપજ્યું હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવા પામી છે. મળતી માહિતી મુજબ તા.૯મી માર્ચના રોજ વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના પાટિયા પાસેથી અનિલભાઇ ચૂનીલાલ રબારી (ઉ.વ.૨૭)રહે-કહેરગામ,રબારીફળિયું-વાલોડ નાઓ પોતાની બાઈક નંબર GJ-26-D-8251 લઈને પસાર થઈ રહ્યા તે વેળાએ એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પલ્સ નંબર GJ-26-M-3091ના ચાલકે અનિલભાઈ રબારીની બાઇકને ટક્કર મારતા અનિલ રબારીની મોટરસાયકલ વ્યારા તરફ આવતી એક જીપ સાથે ભટકાઈ હતી.અનિલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતું.બનાવ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે ભરતભાઈ ચુનીલાલ રબારીનાઓએ કરી હતી જેના આધારે અજણાયા બાઈક ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કોસણાભાઈ નાઓ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application