Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું દેશભરના ૩૧ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું

  • November 01, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું આજે ૩૧ ઓકટોબરે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રાર્પણ કરાયું હતું.આ વેળાએ દેશભરના ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમની સાથે-સાથે આર્મ ફોર્સિસ,પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા હતા. ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની,નર્મદા ખાતે કરવામાં આવી હતી.જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ,એસ.આર.પી.એફ,સી.આર.પી.એફ, આર્મી,નેવી અને એર ફોર્સના ૭ Ceremonial Bands દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ કરાઇ હતી.ઉપરાંત ભારત વર્ષ માંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ કરીને વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા,મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મતી આનંદીબહેન પટેલ,મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ,ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ,મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.  

High light-સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું Welcome Band થી સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજ્યોના સાંસ્કૃતિક ધરોહર સમા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ બાદ ભારત દેશની આન-બાન અને શાન સમા પોલીસ દળ અને સરહદોની સુરક્ષા કરતા સશસ્ત્રદળો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.જેમાં ગુજરાત પોલીસ દ્વારા વંદે માતરમ, એસઆરપીએફ દ્વારા એ મેરે વતન કે લોગો,સીઆરપીએફ દ્વારા દેશો કા સરતાજ ભારત, બીએસએફ દ્વારા મેરા મુલ્ક મેરા દેશ,મેરા યે વતન,આર્મી દ્વારા કદમ કદમ બઢાયે જા, બીટ નં-૧ અને એરફોર્સ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવા ગીતોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ ઉભુ થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application