તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ૧૮૨ મીટરની પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ને રાષ્ટ્રાર્પણ કરી છે.આ પ્રતિમાનું આ સમગ્ર પરિસર તા.૧લી નવેમ્બર,ર૦૧૮થી નિયમિત રીતે નાગરિકો માટે સવારે ૯.૦૦ થી ૭.૦૦ કલાક દરમ્યાન ખુલ્લું રહેશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લેસર શોનું પણ આયોજન કરાયું છે. જે નિયમીત રીતે દરરોજ સાંજે ૬.૦૦ થી ૮.૦૦ દરમ્યાન બે લેશર શો યોજાશે.સાથે સાથે અદ્યતન રોશનીને પણ નિહાળવાનો અમૂલ્ય અવસર નાગરિકોને પ્રાપ્ત થશે. જે નિહાળવાનો અવસર માણવાની અનેરી તક સાંપડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application