નવી દિલ્હી:કેન્દ્ર સરકારે ટેલીકોમ કંપનીઓને વર્તમાન મોબાઇલ ફોન ગ્રાહકો તથા નવા કનેકશન આપવા માટે આધાર ઇ-કેવાયસી વેરિફિકેશન બંધ કરવા આદેશ કર્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાને લઇને સરકારે ટેલિકોમ કંપનીઓને આ આદેશ જારી કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કાનૂની જોગવાઇના અભાવમાં તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી એકમો દ્વારા આધારનો ઉપયોગ બંધ કરવા આદેશ કર્યો હતો.સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં કેટલીક ટેલિકોમ કંપનીઓ પોતાના મોબાઇલ ફોન ગ્રાહકો પાસેથી તેમજ નવા કનેકશન આપતી વખતે આધારકાર્ડનો આગ્રહ રાખતી હતી.આ સંદર્ભમાં ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને વિસ્તૃત દિશાનિર્દેશો જારી કર્યા છે.તેમાં કંપનીઓને આધાર દ્વારા ઇલેકટ્રોનિક મોડમાં કેવાયસીનો ઉપયોગ બંધ કરવા જણાવાયું છે અને આ આદેશોનું પાલન કરવામાં આવ્યું છે એવો રિપોર્ટ પાંચ નવેમ્બર સુધીમાં આપવા સૂચના આપી છે.ટેલિકોમ વિભાગે ત્રણ પાનાના પરિપત્રમાં જણાવ્યું છે કે,વર્તમાન ગ્રાહકોના વેરીફીકેશન ની સાથેસાથે નવા મોબાઇલ સીમ કનેકશન આપવા માટે આધાર ઇ-કેવાયસીનો ઉપયોગ કરી શકાય નહીં.જોકે ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે,જો ગ્રાહક નવા કનેકશન માટે સ્વેચ્છાએ આધારકાર્ડ આપે તો તેનો ઓળખ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે,પરંતુ તેનો ઉપયોગ ઓફલાઇન કરવાનો રહેશે.ટેલિકોમ વિભાગે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે,સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને તમામ લાઇસન્સ ટેલિકોમ કંપનીઓ વેરિફિકેશનની સાથે નવા મોબાઇલ કનેકશન જારી કરવાને લઇને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઇડીએઆઇ)ની આધાર ઇ-કેવાયસી સેવાનો ઉપયોગ બંધ કરશે.પરિપત્રમાં જણાવાયું છે કે,તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર સમયબદ્ધ રીતે આ આદેશનું પાલન સુનિશ્ચિત કરશે અને આ અંગેનો રિપોર્ટ પ નવેમ્બર ર૦૧૮ સુધીમાં ટેલિકોમ વિભાગને સુપરત કરશે.ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર મોબાઇલ ગ્રાહકો માટે વૈકલ્પિક ડિજિટલ પ્રક્રિયાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.તેમાં કસ્ટમર એક્વિઝિશન ફોર્મની સાથે ગ્રાહકની લાઇવ તસવીર અને ઓળખ તેમજ સરનામા માટે સ્કેન કરેલી કોપીનો ઉપયોગ કરી શકાશે.(સાંકેતિક તસ્વીર)
High light-ગ્રાહક નવા કનેકશન માટે સ્વેચ્છાએ આધારકાર્ડ આપે તો તેનો ઓળખ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે,પરંતુ તેનો ઉપયોગ ઓફલાઇન કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application