નવીદિલ્હી:દેશમાં હાલના 7 સાંસદો અને 199 ધારાસભ્યોએ પોતાના પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી. ચૂંટણી સમયે નામાંકન પત્ર ભરતી વખતે તેની ખાસ જરૂર છે.શુક્રવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વિગતો આપવામાં આવી છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને નેશનલ ઈલેકશન વોચ (એનઈડબલ્યુ)ના આ રિપોર્ટને 542 લોકસભા સાંસદો અને 4086 ધારાસભ્યોના પાન વિવરણના વિશ્લેષણ બાદ તૈયાર કરાયો છે.સંસદ અને રાજય વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાના નામાંકનપત્રો સાથે પોતાના સોગંદનામામાં પાનની વિગતો આપવાની રહેતી હોય છે. એડીઆરએ એક નિવેદનમાં કહ્યું કે,પાન કાર્ડની વિગતો જાહેર નહીં કરનારા સૌથી વધુ કોંગ્રેસના 51 ધારાસભ્યો છે.ત્યારબાદ ભાજપના 42 અને માકપાના 25 ધારાસભ્યો છે.રાજયવાર જોવા જઈએ તો સૌથી વધુ સંખ્યા કેરળ માંથી 33 છે.ત્યારબાદ મિઝોરમ (28) અને મધ્ય પ્રદેશ (19) છે.રસપ્રદ વાત એ છે કે,મિઝોરમ રાજય વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાં જ 40 હોય છે અને તેમાંથી પણ 28 ધારાસભ્યોએ પાનકાર્ડની વિગત આપી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application