મુંબઇમાં 18 ઓગસ્ટ 2022 સુધીમાં 81.26 ઇંચ વરસાદ વરસ્યો છે. કોલાબામાં દિવસ સુધીમાં 1,5674 મિલિ મીટર (62.69 ઇંચ) જ્યારે સાંતાક્રૂઝમાં દિવસ સુધીમાં 2,031 મિલિમીટર (81.26 ઇંચ) વર્ષા નોંધાઇ છે. હવામાન ખાતાનાં મુંબઇ કેન્દ્રનાં સિનિયર વિજ્ઞાની એવી માહિતી આપી હતી કે, આમ તો હજી 2022નાં નૈઋત્યનાં ચોમાસાની મોસમનાં ઓગસ્ટના 13 દિવસ સહિત આખો સપ્ટેમ્બર મહિનો બાકી છે. આમ છતાં આ જ દિવસ સુધીમાં મુંબઇમાં 81.26 ઇંચ વરસાદ વરસ્યો હોવાથી મુંબઇગરાં માટે ખુશી સમાચાર છે.
હજી વરસાદી મોસમ સપ્ટેમ્બરમાં પૂરી થવાની છે, ત્યારે મુંબઇનો વરસાદી આંકડો 100 ઇંચ થવાની પૂરી શક્યતા છે. આમ, પણ સારા વરસાદથી મુંબઇનાં જળાશયોમાં પણ સંતોષકારક જળરાશિ જમા થઇ હોવાથી મુંબઇને પીવાના પાણીની ચિંતા નહીં રહે. બીજી બાજુ મહારાષ્ટ્રનાં પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતાં બંને ગિરિમથકો મહાબળેશ્વરમાં અને માથેરાનમાં પણ વર્ષા થઇ છે.
મહાબળેશ્વરમાં 2022નાં 18 ઓગસ્ટ સુધીમાં 4,750.7 મિલિમીટર (190.28 ઇંચ) અનરાધાર વર્ષા થઇ છે. મહાબળેશ્વરમાં 71.2 મિ.મિ. વરસાદ વરસ્યો છે. ભીના ભીના વરસાદી માહોલને સાથે ગિરિમથકમાં ધુમ્મસની ચાદર પથરાઇ ગઇ હતી અને સાથોસાથ તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાયો હોવાના સમાચાર મળે છે.
આવા ભીના વરસાદી માહોલથી મહાબળેશ્વરનું લઘુત્તમ તાપમાન પણ 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગિરિમથક માથેરાનમાં પણ 2022નાં 18 ઓગસ્ટ સુધીમાં 4,226.4 મિલિમીટર (169.56 ઇંચ) વરસાદ વરસ્યો છે. માથેરાનમાં 46.8 મિ.મિ. વર્ષા થઇ છે. વરસાદી વાતાવરણથી માથેરાનનું લઘુત્તમ તાપમાન 19.4 સેલ્સિયસ નોંધાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500