મનરેગા યોજના ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી પૂરી પાડતી મહત્વની યોજના છે. તાપી જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મનરેગા યોજનાને છેવાડાના લોકો સુધી પોહચાડવા ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ કુલ 81 કરાર આધારિત કર્મચારીઓ કાર્યરત છે. આ કર્મચારીઓને છેલ્લા વર્ષ 2019માં પગાર વધારો મળેલ હતો ત્યાર બાદ પગાર વધારા માટે ઘણી રજુઆતો રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી.
જેના પગલે કમિશનરશ્રી ગ્રામવિકાસ દ્વારા જિલ્લા કક્ષાએ કર્મચારીઓના પગાર વધારવાની સત્તા જે-તે જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી. જે અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા દ્વારા કર્મચારીઓ પ્રત્યે સંવેદનશિલતા દાખવી જિલ્લાના 81 કરાર આધારિત કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકનના આધારે 6% થી 10% સુધીનો પગાર વધારો 1 વર્ષના એરિયસ સાથે કરવામાં આવેલ છે. જેથી કર્મચારીઓમાં ખુશીની લેહેર જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application