Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ખાતે કેળવણી સંમેલન યોજાયું

  • March 09, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:તાપી જિલ્લાના છેવાડે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ઉચ્છલ તાલુકાના વડામથક ઉચ્છલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરીની અધ્યક્ષતામાં કેળવણી સંમેલન યોજાયું હતું. ઉચ્છલ તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા આયોજીત કેળવણી સંમેલનમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન ચૌધરીએ શિક્ષણ અને કેળવણી વચ્ચેનું અંતર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ કેળવણી પ્રધાન હોવું જોઇએ એમ કહી તેમણે શિક્ષક વિષયનો જાણકાર હોય એ જરૂરી છે પરંતુ એટલું જ જરૂરી શિક્ષક વિદ્યાર્થીની રસ રૂચીનો જાણકાર હોય એ પણ છે એમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન હરિશભાઇ ચૌધરીએ શિક્ષણ અને શિક્ષકોની કોઇ પણ પ્રકારની સમસ્યા હોય શિક્ષણ સમિતિ તેના ઉકેલ માટે હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓએ શિક્ષકો તરફથી સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પણ સંઘ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જાણકારી આપી હતી. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધાકરભાઇએ પ્રાસંગિક ઉદ્દબોધન દરમિયાન શાળાઓ અને શિક્ષકોએ કરેલી નોંધપાત્ર કામગીરીને બિરદાવવા માટે કેળવણી સંમેલન થવું જરૂરી છે એમ જણાવી તેમણે શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે હળવી શૈલીમાં રજૂઆત કરી હતી. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઇ પટેલ અને ખજાનચી બાબલુભાઇએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓના આચાર્ય, શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો, કેન્દ્ર શાળાના આચાર્યોને પ્રમાણપત્ર અને રોકડ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉચ્છલ તાલુકાના ભીંતખૂર્દ ગામના વરિષ્ઠ નાગરિક જેઠાકાકાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉચ્છલ તાલુકાની શાળાઓ, કેન્દ્રશાળાઓ, શિક્ષકો દ્વારા શાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓને બિરદાવતું નાનકડું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application