તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ સુચના આપેલ હોય જેના અનુસંધાને તાપી જિલ્લા એસઓજી શાખાનો સ્ટાફ વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીમાં ફરજબજવતા પોલીસ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદ નાઓને ખાનગી રહે મળેલ બાતમીને આધારે બે વર્ષથી ફરાર આરોપીને વ્યારા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
તાપી જીલ્લા એસઓજી સ્ટાફના હાથે ઝડપાયેલ આરોપી વિરુધ્ધ સોનગઢ પો.સ્ટે.II ગુ.ર.નંબર ૧૧૭/૨૦૧૬ પશુ ઘાતકીપણાનો કાયદો ૧૯૬૦ની કલમ ૧૧ડી,ઈ,એચ,એફ તથા મુંબઈ પશુ સંરક્ષણ ૧૯૫૪ની કલમ ૩(૧),૫,૬,૭ તથા ૨૦૧૧ ની કલમ ૬(ક)(૧) તથા ચીજ વસ્તુ ઢોર નિયંત્રણ કાયદો ૨૦૦૫ ની કલમ ૪,૯ મુજબના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો,આરોપી વ્યારા રેલ્વે સ્ટેશન નજીક આવનાર છે અને તેણે શરીરે બ્લ્યુ કલરની લાંબી બાયની ટી-શર્ટ અને ગ્રે કલરનો પેન્ટ પહેરેલ હોવાની બાતમી એસઓજી સ્ટાફને મળી હતી,જેના આધારે પોલીસ સ્ટાફના માણસોએ વ્યારા રેલ્વે સ્ટેશન બાહર વોચ ગોઠવી હતી દરમિયાન વોન્ટેડ આરોપી ગણેશભાઈ અન્નાભાઈ આહિરે ઉર્ફે સાહિલ બાબુ પઠાણ રહે,ઝંખવાવ,મામા ફળિયું-માંડવી જી-સુરત નો રહેવાસી ને પકડી પાડી સીઆરપીસી કલમ ૪૧(૧)આઈ મુજબ ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી કરવા અર્થે વ્યારા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500