Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એપ્રિલ,૨૦૨૦ થી માત્ર BS-VI વાહનોના જ વેચાણને મંજૂરી:સુપ્રીમકોર્ટ

  • October 25, 2018 

નવી દિલ્હી:દુનિયામાં પ્રદૂષણમાં પણ સૌથી વધારે વધારો ભારતમાં જ થઈ રહ્યો છે અને આગામી સમયમાં તેને અંકુશમાં લેવા માટે સૌપ્રથમ ઈંધણની ખપત અને તેના ગુણવત્તાને સુધારવા માટે કામ કરવું જરૂરી બન્યું છે.બુધવારે સપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય લીધો છે.બુધવારે સર્વોચ્ચ અદાલતે એપ્રિલ,૨૦૨૦ થી માત્ર BS-VI વાહનોના જ વેચાણને મંજૂરી આપી છે.આ સંજોગોમાં જૂના વાહનો ભંગાર થઈ જશે. આમ, નવી ખરીદીમાં પણ વાહનચાલકો ખાસ સાવચેતી રાખે નહીં તો આજે ખરીદેલી કાર કચરાના ભાવે કાઢવી પડશે. આ BS-VI એન્જિનવાળા વાહનો ઓછું પ્રદૂષણ ફેલાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ(બીએસ-૬) નિયમ ૧લી એપ્રિલ,૨૦૨૦ થી અમલી બનવા જઈ રહ્યો છે.સરકાર ઈલેકટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે અને પેટ્રોલ-ડીઝલના વાહનોની ક્વોલિટી સુધારવા ભારે પ્રયાસ કરી રહી છે.બુધવારે સર્વોચ્ચ અદાલતે એપ્રિલ,૨૦૨૦ થી માત્ર BS-VI વાહનોના જ વેચાણને મંજૂરી આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application