Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકાએ મકાન માલિકોને દબાણકર્તા તરીકે બતાવીને અન્યાય કર્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ ત્રણ દિવસના ધરણા પર બેઠુ.

  • October 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગર પાલિકા માં છેલ્લા ત્રણ દિવસથી વિવાદ શરૂ થયો છે,વિવાદ છે પાલિકા ની હદમાં આવતા કેટલાક માલિકીના મકાનો ને પાલિકા દ્વારા ખોટે ખોટા ઠરાવ કરીને આ  મકાન માલિકો ને સોગંધનામ પર સહી કરાવી પાલિકાને તેમની જમીન સુપરત કરવા બાબતનો,જેને લઈ વિરોધ પક્ષ ત્રણ દિવસના ધરણા પર વ્યારા પાલિકા બહાર બેસી ગયા છે,અને આ બાબતે જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે,વ્યારા નગર પાલિકા વિસ્તારમાં સરકારી જમીન પર વસવાટ કરતા નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે ઘર નંબર આપવાના કામે સરકારે પાલિકાએ જયારે જમીન ની જરૂરિયાત ઉભી થાય ત્યારે વિના તકરારે જમીન ખુલ્લી કરી કબ્જો આપવા બાબતનું સોગંધનામુ કરાવી ઘર નંબર આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં લેવામાં આવેલ છે,જે બાબતે પેઠીઓ થી વસવાટ કરતા આવા ઘર માલિકોને દબાણકર્તા તરીકે બતાવીને અન્યાય કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજથી ત્રણ દિવસના ધરણા પર બેઠા છે અને આગામી સાત દિવસમાં દબાણકર્તા શબ્દ દૂર ન કરાશે તો જલદ આંદોલન કરાશે તેવી ચીમકી આગેવાનો ઉચ્ચારી રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application