Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IPS અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલી વધી:બે કરોડના લાંચ કેસ મુદ્દે CBIના વડાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

  • October 22, 2018 

નવી દિલ્હીઃCBIના સ્પેશિયલ ડાયરેક્ટર અને ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલીમાં વધારો થયો છે.CBIના વડા આલોક વર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે અસ્થાનાના કેસ મુદ્દે બંધ બારણે બેઠક કરી હતી.આ બેઠક લગભગ એક કલાક ચાલી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદીએ અસ્થાનાના બે કરોડની લાંચ કેસની તમામ જીણવટ પૂર્વકની માહિતી લીધી છે. તેમણે FIR મુદ્દે પણ વિગતે ચર્ચા કરી હતી.CBIના સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર બે કરોડની લાંચ લેવાના આરોપસર આ FIR દાખલ થયાની વિગતો આવી રહી છે.ઉલ્લેખનીય છે કે,આ સમાચારો વચ્ચે પહેલેથી જ  આઈપીએસ લોબીમાં CBI ના ડાયેક્ટર અને ચીફ આલોક વર્મા તેમજ રાકેશ અસ્થાના વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાના સમાચાર આવતાં રહ્યાં છે.તેવામાં હવે આ વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હોય તેવો માહોલ છે.સમાચારની આંતરિક વિગતો અનુસાર CBIના એન્ટી કરપ્શન યુનિટે આખું ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં કૂખ્યાત મીટ એક્સપોર્ટર મોઇન કૂરેશી સામે ચાલી રહેલાં એક વિવાદિત કેસને દબાવી દેવા માટે વચેટિયા મનોજ કુમાર મારફતે લાંચ લેવાનો રાકેશ અસ્થાના પર કથિત આરોપ છે.મનોજ કુમારના કૉલ ઇન્ટરસેપ્ટ કર્યાં બાદ પુરેપુરા ઓપરેશનમાં રાકેશ અસ્થાના પર તપાસનું સ્કેનર પહોંચ્યું હતું.જેમાં 15મી ઓક્ટોબરે વચેટિયા મનોજકુમાર સામે FIR દાખલ કરવામાં આવી હતી.મનોજ કુમારે કબૂલ્યું હતું કે,તેણે મીટ એક્સપોર્ટર મોઇન કૂરેશી વતી આ રકમ રાકેશ અસ્થાનાને પહોંચાડી હતી.મનોજ કુમારનું આ નિવેદન CBIએ મેજીસ્ટ્રેટ સમક્ષ રેકૉર્ડ કરાવ્યું હતું.આ સમગ્ર મામલામાં રોના એક અધિકારી સામંતકુમાર ગોએલનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે.આ આખા મામલાની જાણ PMO અને સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને પણ કરી દેવામાં આવી છે.બીજી તરફ CBIના ચીફ આલોક વર્માએ રાકેશ અસ્થાનાના સસ્પેન્શન માટે PMO પાસે મંજૂરી પણ મગાવી છે.CBIના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું ધ્યાને આવ્યું છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application