Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇના બાજ રામભાસ ગ્રામ પંચાયતની મહિલા ઉપસરપંચ અને તેનો ખાનગી માણસ ૪૫૦૦૦/-ની લાંચ સ્વીકારતા ઝડપાયા

  • March 08, 2018 

તાપીમિત્ર, ન્યુઝ,ડાંગ:વઘઈ તાલુકાના બાજ રામભાસ ગ્રામ પંચાયતની મહિલા ઉપસરપંચ અને તેનો ખાનગી માણસ ૪૫૦૦૦/-ની લાંચ લેતા વલસાડ અને ડાંગ એસીબીએ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી અનુસાર તા.૮મી માર્ચ ના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા બાજ રામભાસ ગ્રામ પંચાયત વિસ્તારોમાં થેયલ છ કામો માંથી બે કામોના ચેક પર સહી/સિક્કા કરી આપવા ગ્રામ પંચાયતની મહિલા ઉપસરપંચ અરુણાબેન હરીશભાઈ ધુમાડે રૂ.૪૫૦૦૦/-ની લાંચ માંગી હતી જે અંગે એસીબી વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા એસીબી વિભાગે વઘઇ માં આવેલ ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે છટકું ગોઠયું હતું તે દરમિયાન લાંચની રકમ રૂપિયા ૪૫૦૦૦/-સ્વીકારનાર મહિલા ઉપસરપંચનો ખાનગી માણસ સમલીમભાઈ મહંમદ કુરેશીને એસીબી વિભાગના સ્ટાફે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ ને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા જવા પામી છે.હાલ એસીબી ડાંગ અને વલસાડ મહિલા ઉપસરપંચ અને તેના ખાનગી માણસ સામે ગુન્હો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application