Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તામિલનાડુમાં શિવકાસી પાસે ફટાકડાની ફેક્ટરીમાં થયેલ વિસ્ફોટમાં 8 લોકોનાં મોત

  • May 10, 2024 

શિવકાસી ભારતનું સૌથી મોટું ફટાકડાં ઉત્પાદન કેન્દ્ર છે. અહીંથી આખા દેશમાં ફટાકડા, સેફ્ટી મેચ અને સ્ટેશનરીની વસ્તુઓ બનાવવામાં આવે છે,અહીંના ફટાકડા દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. પણ આજે ત્યાંથી એક અત્યંત દુ:ખદ દુર્ઘટના થઈ હતી. તામિલનાડુ રાજ્યમાં શિવકાસી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા. આ દૂરઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.


જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તે લાઈસન્સ પ્રાપ્ત છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. અકસ્માત સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોમાંથી આઠ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા હતા. વિસ્ફોટ બાદ આખી ફેક્ટરીઆગમાંલપેટાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવામાં લાગી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ બાદ સમગ્ર ફેક્ટરી પરિસરમાં ભારે ધૂમાડો જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application