Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં પુણે જિલ્લામાં પીકઅપ વાન અને રિક્ષાને વચ્ચે ભયંકર અકસ્માતમાં 8 લોકોનાં મોત

  • December 18, 2023 

મહારાષ્ટ્રનાં પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોનાં મોત થયા છે. મળેલ અહેવાલો મુજબ, પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો દર્દનાક હતો કે 8 લોકોનાં મોત થયા હતા. પોલીસે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર સ્થિત કલ્યાણ-અહમદનગર રોડ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગતરોજ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પીકઅપ વાહન અહમદનગરથી કલ્યાણ તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ પિંપલગાંવ જોગામાં પેટ્રોલ પંપ પાસે તેની ઓટો રિક્ષા સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા અને પીકઅપ વાહનના ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application