Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુક્રેનિયન એરલાઈનનું કાર્ગો પ્લેન ક્રેશ થતાં 8 લોકોનાં મોત

  • July 17, 2022 

યુક્રેનિયન એરલાઈનનું કાર્ગો પ્લેન શનિવારે ઉત્તરી ગ્રીસનાં કાવાલા શહેર નજીક ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ અકસ્માત પછી બે કલાક સુધી વિસ્ફોટો સાંભળ્યા અને આગની જ્વાળાઓ ઉછળતી જોઈ હતી.. ગ્રીક નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું. સોવિયેટ્સ દ્વારા બનાવવામાં આવેલ આ ટર્બોપ્રોપ એરક્રાફ્ટનું સંચાલન મેરિડીયન કંપની કરી રહી હતી.




જોકે આ વિમાનમાં 8 લોકો સવાર હતા અને તેમાં 12 ટન ખતરનાક સામગ્રી લઈ જવામાં આવી રહી હતી. જેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક હતા. જોકે, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, તેમને આ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી કે વિમાનમાં શું લઈ જવામાં આવી રહ્યું હતું. અકસ્માત સ્થળેથી નીકળતી તીવ્ર દુર્ગંધને કારણે સાવચેતીનાં પગલા રૂપે નજીકના બે વિસ્તારોમાં રહેતા લોકોને આખી રાત તેમની બારીઓ બંધ રાખવા, ઘરની બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું હતું.




અધિકારીઓએ કહ્યું કે, તેમને એ પણ ખબર નહોતી કે, વિમાનમાં ખતરનાક રસાયણ હતા કે શું???? ગ્રીસના નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાયલટે વિમાનના એક એન્જિનમાં સમસ્યાની જાણ કરી હતી અને તેને થેસ્સાલોનિકી અથવા કવાલા એરપોર્ટ પર લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેણે કવાલા ખાતે લેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો કે તેને ઈમરજન્સીમાં વિમાનને લેન્ડ કરવું પડશે.




ત્યારબાદ તરત જ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાન એરપોર્ટથી લગભગ 40 કિલોમીટર પશ્ચિમમાં ક્રેશ થયું હતું. સ્થાનિકોએ અકસ્માત પહેલા આગના ગોળા અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા હોવાની જાણ કરી હતી. ફાયર સર્વિસે ઘટના સ્થળની આસપાસના 400 મીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application