૦૬ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે તા.૧૨ મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ચૂંટણી નોટિસ જાહેર થતાં ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૦૮ ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. ૧૫ ઉમેદવારી પત્ર ભરાઇ પાછા આવ્યા છે, તેવું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા. ૧૨/૦૪/૨૦૨૪થી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે.
ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે તા. ૧૬મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ૦૮ ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૧૫ ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ આજે ભર્યા છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તનવીરૂદ્દીન ઇલ્મુદ્દીન શેખ ( અપક્ષ ) સોનલ રમણભાઇ પટેલ ( ઇન્ડિયન નેશનલ કોગ્રેસ), બિના પંકજભાઇ રાવલ ( ઇન્ડિયન નેશનલ કોગ્રેસ), નરેશ પ્રિયદર્શી ( અપક્ષ), પરીખ રાજીવભાઇ કલાભાઇ(અપક્ષ), રાહુલ ચીમનભાઇ મહેતા( રાઇટ ટુ રિકોલ પાર્ટી), નિમેષભાઇ પટેલ ( ગુંજ સત્યની જનતા પાર્ટી), જયેન્દ્ર કરશનભાઇ રાઠોડ ( અપક્ષ), જીતેન્દ્રસીંઘ રામનરેશસીંઘ ચૌહાણ ( અખિલ ભારતીય પરિવાર પાર્ટી), પરેશકુમાર મુલાણી ( ભારતીય રાષ્ટ્રીય દળ), પગી રાકેશકુમાર ગણપતભાઇ ( આપકી આવાઝ પાર્ટી), સુરેન્દ્રભાઇ કેશવલાલ શાહ (અપક્ષ), પોતાનું ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500