Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં કોન્સ્ટેબલ અને અધિકારીને 8 કલાકની ડયુટી : આગામી બે દિવસમાં આદેશ અપાશે

  • May 03, 2022 

મુંબઈનાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ અને અધિકારીને 8 કલાકની ડયુટીનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર આ બાબતે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આમ હવે 50 વર્ષથી ઓછી ઉંમરના પોલીસને 8 કલાક અને 50 વર્ષથી વધુના પોલીસ માટે 12/24નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.



આગામી બે દિવસમાં આ મામલે આદેશ આપવામાં આવશે, એમ પોલીસ કમિશનર સંજય પાંડેએ કહ્યું હતું. નોંધનિય છે કે, પાંડે અગાઉ રાજ્યનાં DG હતા તે સમયે તેમણે મહિલા પોલીસ માટે 8 કલાકની ડયુટીનો આદેશ આપ્યો હતો, પણ મુંબઈ પોલીસે તેનો અમલ કર્યો નહોતો.



જોકે મુંબઈના પોલીસ કમિશનર બન્યા પછી પાંડેએ મહિલા દિનના મહિલા પોલીસને 8 કલાકની ડયુટીની ગિફ્ટ આપી હતી. આ સાથે મુંબઈ પોલીસના પુરુષ કોન્સ્ટેબલ અને અધિકારીએ પણ 8 કલાકની ડયુટીની માંગણી કરી હતી. પોલીસ કમિશનરે આ બાબતે ફેસબુક પોસ્ટ દ્વારા અધિકારી સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ લોકલ આર્મ્સ વિભાગમાં મહિલા પોલીસ માટે 8 કલાકની ડયુટીનો નિર્ણય લાગુ કરાયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application