Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓટો રીક્ષા હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવતા 8 લોકોના મોત

  • June 30, 2022 

આંધ્ર પ્રદેશના શ્રીસત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક દર્દનાક અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાઈ જવાથી મોતના મુખમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે તડીમારી મંડલ જિલ્લાના ચીલ્લાકોન્ડિયાપલ્લી વિસ્તારમાં એક ઓટો હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા.


મળતી માહિતી મુજબ ઓટોમાં 10 લોકો સવાર હોવાનું કહેવાય છે.પોલીસે ઘટનાની જાણ થતા જ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે કરંટ લાગવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાની તક જ ન મળી અને ઓટોમાં સવાર લોકો આ અકસ્માતનો ભોગ બની મોતના મુખમાં સમાઈ ગયા. 


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,ભોગ બનેલા લોકો સવાર સવારમાં ખેતકામ માટે જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક રસ્તામાં આ અકસ્માત થયો. તમામ મૃતકો ગુડેમપલ્લી ગામના રહીશ હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application