વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્રારા વિવિધ પ્રશ્નો મુદ્દે ડાંગ જિલ્લા કલેક્ટર અને ગુજરાત સરકારમાં રજુઆત કરવાં આવ્યુ હતું જેમાં ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ દ્વારા તા.૦૬/૧૦/૨૦૧૮ ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ બાદ કોય પ્રશ્નનુ નિરાકરણ ન આવતા ડાંગ જિલ્લા તલાટી મંડળ દ્વારા તા.૨૨મી ઓક્ટોબર થી કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દત હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું છે,જેમાં ડાંગ જિલ્લા તલાટી મંડળ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી,ડાંગ જિલ્લા પચાયત તલાટી કમ મંત્રી સંવર્ગનાં પ્રશ્રો અંગે ગુજરાત તલાટી કમ મંત્રી મહા મંડળ દ્રારા સરકારમાં રજુઆતો કરવાં છતાં સરકાર દ્રારા હકારાત્મક નિરાકારણ ન આવતાં ગુજરાત તલાટી કમ મંત્રી મહા મંડળ દ્રારા રાજય ભરમાં તલાટી કમ મંત્રીઓ દ્રારા અચોક્કસ હડતાલ પર ઉતરી સરકારનો વિરોધ કરવામાં આવશે જેનાં ભાગરૂપે ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જે કાર્યક્રમમાં ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનાં પ્રમુખ મનિષ ભાઈ માહલે,મંત્રી દિપીકાબૈન પટેલ,ઊપ્રમુખ અમિત એમ ચૌધરી તથા આહવા તાલુકા મંડળ પ્રમુખ દિપીકાબેન પટેલ,વધઈ તાલુકા મંડળ પ્રમુખ અમિત એમ ચૌધરી,સુબીર તાલુકા મંડળનાં પ્રમુખ કેતન એસ પવાર અને ડાંગ જિલ્લાની વિવિધ ગ્રામ પચાયતોમાં ફરજ બજાવતાં તમામ તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application