Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ ખાતેથી એકતા રથયાત્રાનો શુભારંભ કરાવતા મંત્રી ગણપતસિંહ વસાવા

  • October 20, 2018 

વ્યારા:મહાત્મા ગાંધીએ અહિંસાના હથિયાર થકી દેશને આઝાદી અપાવી હતી.સરદાર વલ્લભભાઇ પટેલનું પણ દેશની આઝાદીમાં અનેરૂં યોગદાન આપ્યું છે.આઝાદી બાદ ૫૬૨ રજવાડામાં વિભાજીત દેશને એક અને અખંડ ભારત બનાવવામાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન રહેલું છે.સરદાર પટેલે કરેલા દેશહિતના કાર્યોને દેશ કદી ભુલી શકશે નહિં એમ રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તાપી જિલ્લામાં યોજાનારી એકતા રથયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ગણપતસિંહ વસાવાએ રાજયના યુવાનોને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા મળી રહે એ માટે એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને યથાયોગ્ય સન્માન આપ્યું હોવાનું જણાવ્યું હતું.વધુમાં તેમણે આગામી તા.૩૧મી,ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરકાર દ્વારા ઉભી કરવામાં આવનારી સુવિધાઓ અંગે વિગતે જણાવી તેમણે આ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવાથી ૧૫૦૦૦ સ્થાનિક લોકોને રોજગારી તક ઉપલબ્ધ થશે એમ જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો ધરાવનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ વધુમાં ઉમેર્યું હતું.મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ રાજય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે રાજય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી સૂર્યશક્તિ કિસાન યોજના અંગે વિસ્તૃત સમજ આપી આ યોજનાથી રાજયના નાના મોટા તમામ ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થશે એમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર એન.કે ડામોરે સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી તાપી જીલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં એકતા રથયાત્રામાં જોડાય એવી અપેક્ષા વ્યકત કરી હતી.કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.વાલોડથી શરૂ થયેલી આ એકતા રથયાત્રા બેડકુવા, ધામોદલા, કલમકૂઇ, કહેર, કમાલછોડ, દેગામા, અંબાચ, વેડછી, બુટવાડા, ઇનમા થઇ વાલોડ પહોંચી હતી જયાં ખેડૂત સભા યોજવામાં આવી હતી.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવલીબેન કોંકણી, જિલ્લા પંચાયત સભ્ય દિગેન્દ્રભાઇ, એ.પી.એમ.સીના ચેરમેન શાંતુભાઇ, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ,પ્રયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ,અગ્રણીઓ જયરામભાઇ ગામીત, અજીતભાઇ હળપતિ,નિતીનભાઇ,રાજેન્દ્રસિંહ કુંવર, અન્ય પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application