અમૃતસર:પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. અમૃતસરના જૌડ ફાટકમાં આ સમય સર્જાયો છે,જ્યારે ટ્રેનની નજીક રાવણનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું હતું.હાવડા મેલ અને એક ડીએમયૂ ટ્રેન એકાએક આવી જતાં આ અકસ્માત સજાર્યો હતો.આ અકસ્માતમાં 40 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઇ રહ્યા હતા.તે સમયે ટ્રેન આવી ગઇ.લોકો ટ્રેનથી બચવા માટે બીજી તરફ ગયા,પરંતુ બીજી તરફ તે ટ્રેક પર પણ ટ્રેન આવી ગઇ.અકસ્માતમાં મૃતકોનો આંકડો મોટો હોઇ શકે છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રાવણ દહન વખતે ત્યાં ભીડ વધુ હતી.આ દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી ગઇ.ઘટનાસ્થળ પર રેલવેના ટોચના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે.ઘટનાસ્થળ પર બચાવકાર્ય શરૂ થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને એમ્બુલંસ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર જઇ રહી હતી.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લોકો ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઇ રહ્યા હતા.આ દરમિયાન બંને ટ્રેક પર ટ્રેન આવી જતાં લોકોમાં નાસભાગ મચી ગઇ.જેથી આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.કહેવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમને સ્થાનીય કોર્પોરેટરે આયોજિત કર્યો હતો.તેમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિંદ્ધૂની પત્ની નવજોત કૌર પણ હાજર હતી.(સાભાર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application