શિરડી:શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધાને ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આ ખાસ અવસર પર શિરડીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા શિરડીના સાંઇબાબા મંદિરે પહોંચી ગયા હતા અને તેમણે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી.આ પ્રસંગે સાંઇ શતાબ્દી પર પીએમ મોદીએ ચાંદીનો સ્પેશિયલ સિક્કો જારી કર્યો હતો.પીએમ મોદીએ મંદિરમાં ખાસ ધજા લહેરાવી હતી.આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચારો પણ લખ્યા હતા.
વડા પ્રધાન એક સ્પેશિયલ વિમાનમાં શિરડીના નવા એરપોર્ટ પર ઊતર્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે શ્રી સાંઈબાબા સંસ્થાન ન્યાસ માટે રવાના થયા હતા.આ દરમિયાન મંદિરોમાં મહિલાઓના પ્રવેશ માટે આંદોલન ચલાવી રહેલી ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે.તૃપ્તિ દેસાઈ શિરડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહી હતી.એ વખતે પોલીસ અને તૃપ્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પોલીસે ટીંગાટોળી કરીને તૃપ્તિને કારમાં ઉઠાવી હતી.આ અગાઉ ગુરુવારે તૃપ્તિ દેસાઈએ અહમદનગરના એસપીને પત્ર લખીને જણાવ્યું હતું કે,વડા પ્રધાન મોદી સાથે તેની મુલાકાત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે.હકીકતમાં તૃપ્તિ કેરળના સુપ્રિસદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના મુદ્દે વડા પ્રધાન મોદી સાથે વાત કરવા ઈચ્છતી હતી.આ ઉપરાંત તે સબરીમાલામાં મહિલાઓ અને મહિલા પત્રકારો સાથે થયેલી ગેરવર્તણૂક અંગે પણ પીએમને ફરિયાદ કરવાની હતી.તેણે ધમકી આપી હતી કે,જો પીએમ સાથે તેની મુલાકાતની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તે પોતાના સમર્થકો સાથે વડા પ્રધાનના કાફલાને શિરડી પહોંચે તે પહેલાં જ રોકશે.તૃપ્તિ તેના ઘરથી બહાર નીકળી એ સાથે જ ત્યાં તહેનાત પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.તૃપ્તિની સાથે તેના ઘણા સમર્થકો પણ હાજર હતા અને પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.તૃપ્તિએ અટકાયત બાદ જણાવ્યું હતું કે,વિરોધ કરવો અમારો બંધારણીય અધિકાર છે.શિરડી સાંઈબાબાની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા આખું વર્ષ ઉત્સવ મનાવવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧ ઓક્ટોબર,ર૦૧૭ના રોજ આ શતાબ્દિ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ડિસેમ્બર-ર૦૧૭માં વૈશ્વિક સાંઈ મંદિર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ આખું વર્ષ નાના-મોટા અનેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિરડીમાં નવા ભવન,૧પ૯ કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવેલા વિશાળ શૈક્ષણિક ભવન,તારાઘર,વેક્સ મ્યુઝિમ (મીણનું સંગ્રહાલય),સાંઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત મુખ્ય પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application