તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે પ્રથમ વાર વ્યારા નગરમાં વસતા રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિતે નગરમાં રેલી કાઢી શોભાયાત્રા અને અંબાજી મંદિરે શસ્ત્ર પૂજન કર્યું હતું.ઢોલ નગારા સાથે નીકળેલી શોભા યાત્રામાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર બાજી ના અદભુત કરતબો કરવામાં આવ્યા હતા.વ્યારા ખાતે મોટી સંખ્યામાં રાજપૂત પરિવારો જોડાયા હતા.તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે આ વર્ષે પ્રથમ વાર વ્યારા વિભાગ રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિતે વિવિધ કાર્યકર્મો યોજાયા હતા.જેમાં બપોરે વ્યારા નગર ના ઝંડા ચોક ખાતે રાજપૂત સમાજ ના પ્રમુખ સુધીરસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં રેલી નીકળી હતી.શોભા યાત્રા બહુચરાજી માતાજી મંદિરે થી થઇ ને કાપડ બજાર થઇ ને અંબાજી માતા ના મંદિરે સમાપન કર્યું હતું.દરમિયાન રાજપૂત સમાજના યુવાનોએ દ્વારા તલવાર બાજી ના કરતબો કર્યા હતા જે બાદ સાંજે અંબાજીમાતાના મંદિરે આરતી અને શસ્ત્ર પૂજા ના કાર્યકામ યોજાયો હતો.વ્યારા નગરમાં પ્રથમ વાર નીકળેલી રાજપૂત સમાજની શોભાયાત્રામાં તલવાર બાજી ની કરતાબે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application