તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જિલ્લામાં પોલીસતંત્રની નિષ્ક્રિયતાને લઈને તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે.ખુલ્લે આમ તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ સોનગઢ સહિત જિલ્લા ભરમાં જુદાજુદા સ્થળોએ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે,ચર્ચ અને સરકારી હોસ્પિટલ સહિત અનેક સ્થળ પર ચોરી થઇ હોવાના બનાવો જુદાજુદા પોલીસ મથકે રજીસ્ટર થાય છે,બનાવના પગલે પોલીસ પણ દોડતી થઇ છે.અને ચોરટાઓને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ચર્ચને બનાવ્યું નિશાન..
સોનગઢ તાલુકાના ટોકરવા ગામના દેવળ ફળિયામાં આવેલ કાલવરી સેવા સંગત ચર્ચને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તા.૧૪મી ઓક્ટોબર નારોજ ચર્ચમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ચર્ચની બારીની લોખંડની ગ્રીલને કોઇક સાધનથી વાંકીવાળી ચર્ચમાં પ્રવેશ કરી(૧)પાવર એમ્પલિફાયર જેની કિંમત રૂપિયા ૩૨,૫૦૦/-તથા(૨)કોલેક્ષ માઇક્રોફોન કીમત રૂપિયા ૧૫૦૦/-(૩)ઓકટોપેડ જે અમોએ સને ૨૦૦૭ ની સાલમાં લીધેલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦/-વસ્તુઓ મળી કુલ્લે રૂપિયા ૫૪,૦૦૦/- હજારના સાધનોની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ યોશાયાભાઇ રાજેશભાઇ ગામીત રહે,ટોકરવા દેવળ ફળીયુ-સોનગઢ નાઓએ કરી હતી.
સરકારી દવાખાના માંથી બાઈક ચોરાઈ..
સોનગઢ નગરમાં આવેલ સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં તા.૧૨મી ઓક્ટોબર નારોજ,પાર્ક કરેલ સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે-૨૬-એમ-૦૦૪૨ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ રાહુલકુમાર રમેશભાઈ ગામીત રહે,દાદરી ફળિયું-વડપાડા,પ્ર,ઉમરદા-સોનગઢ નાઓએ સોનગઢ પોલીસ મથકે કરી હતી.
ખેતરના કુવા માંથી પાણીની મોટર ચોરાઈ..
કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી ગામે તા.૧૪મી ઓક્ટોબર નારોજ,સિવારમાં સર્વે નં-૨/૧/અ વાળી જમીનમાં આવેલ કુવામાં નાખેલ ૫ હોર્સ પાવરની સરકારી ઇલેક્ટ્રીક પાણીની મોટર જેની આશરે કિ.રૂ.૮,૦૦૦/-ની કુવા માંથી કાઢી તથા તેની સાથેનો કેબલ વાયર આશરે ૫૦ ફુટ જેટલો જેની આશરે કિ.રૂ.૬૦૦/-ના મત્તાની મળી કુલ્લે કિ.રૂ.૮,૬૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી નાસી ગયા હતા.બનાવ અંગે રેન્જાભાઇ રામજીભાઇ વસાવા રહે,અક્કલઉતારા તા.કુકરમુંડા જી.તાપી નાઓએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
ફાર્મ હાઉસ માંથી ટીવી ચોરાઈ ..
વાલોડ ગામની સીમમાં તા.૭મી ઓક્ટોબર નારોજ,સર્વે નં.૧૪૧ વાળા ખેતરમાં આવેલ ફાર્મહાઉસની ઓફીસમાં કુલ ચાર અજાણ્યા ચોર ઇસમોએ રાત્રીનાં સમયે ફાર્મહાઉસની અંદર પ્રવેશ કરી ફાર્મ હાઉસનું મકાન તથા ઓફીસનાં દરવાજાને લગાવેલ તાળુ તોડી ઓફીસમાં મુકેલ તોશીબા કંપનીની LCDટીવી જેની કિંમત રૂ.૧૭,૦૦૦/-તથા વાયરનાં બંડલ નગ-૭ જેની કુલ કિંમત રૂ.૩,૦૦૦/-મળી કુલ રૂ.૨૦,૦૦૦/- ની મતાની ચોરી કરી નાશી ગયા હતા.બનાવ અંગે આશીષભાઇ છગનભાઇ પટેલ રહે,નનસાડ ગામ,પટેલ ફળીયું તા.વાલોડ નાઓની ફરિયાદને આધારે ચાર અજાણ્યા ચોર ઇસમો જેઓની ઉમર આશરે ૨૦ થી ૨૫ વર્ષ જેટલી હોય જેઓએ શરીરે શર્ટ પેન્ટ પહેરેલ હોય,તેવોની વીરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application