ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:માં હરિસિદ્ધિ રાજપૂતોની કુળદેવી ગણાય છે.આમ તો ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની પ્રજાની રક્ષા માટે તથા રાજ્યના દુશમન સાથે વેર લેવા તલવાર ઉઠાવી હોવાના ઘણા કિસ્સાઓ ઈતિહાસમાં મોજુદ છે.પણ રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવીમાં હરિસિદ્ધિ માતાજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી.ત્યારે ત્યાં હાજર ભક્તો પણ આ તલવાર મહાઆરતી જોઈ દંગ રહી ગયા હતા.
આજથી 417 વર્ષ પેહલા રાજપીપળા સ્ટેટેના રાજા વેરીસાલ સાથે ઠેક ઉજ્જૈનથી માં હરિસિદ્ધિ રાજપીપળા આવ્યા હતા.ત્યારથી લઇને આજ સુધી રાજપૂતો પોતાની કુળદેવી માં હરિસિદ્ધિની અનેરી આસ્થાથી પૂજા કરે છે.તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર છે વળી રાજપૂતોમાં તલવારબાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે.કુળદેવીની આરાધના પણ થાય,તલવારબાીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિષે આજની પેઢી માહિતગાર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે જ છે.સતત 5 માં વર્ષે નર્મદા,ભરૂચ,મહીસાગર,વડોદરા તથા સુરત જિલ્લાના 10 થી 40 વર્ષ સુધીના સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ 150 રાજપૂત યુવકોએ સતત 1 કલાક 30 મિનિટ સુધી લાગલગાટ ઢોલ નગારાના તાલે રિધમમાં તલવારના દિલધડક કરતબોથી મહાઆરતી કરતા હાજર હજારો ભક્તો દંગ રહી ગયા હતા અને ત્યાં અદભુત નજારો સર્જાયો હતો.આ તલવાર આરતી પેહલા રાજવંત પેલેસ પરથી માતાજીની વિશાળ રથયાત્રા રાજપીપળાના જાહેર માર્ગો પર ફરી હતી.આ રથયાત્રામાં રાજપૂત યુવકો દ્વારા હરિસિદ્ધિમાતાજીને અર્પણ કરવા બનાવાયેલી 8 ફૂટ લાંબી તલવાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ તલવાર આરતી માટે બનાવાયેલ સ્ટેજ પર લગભગ 150 કિલો ફૂલોથી આબેહૂબ ઉગતા સૂર્યનું ચિત્ર તૈયાર કરાયું હતું.જેમ ગંગાની દીવડા આરતી વિશ્વમાં પ્રખ્યાત છે તેવી રીતે રાજપીપળામાં હરિસિદ્ધિની માતાજીની રાજપૂતોની તલવાર આરતી પણ વિશ્વ પ્રખ્યાત થશે.જેથી નાનકડું રાજપીપળા વિશ્વના નકશા પર અંકિત થશે એવી આશા નર્મદા રાજપૂત સમાજે વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application