તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં આવેલ એચપી ગેસ ગોડાઉન ની બાજુમાં આજરોજ બપોરના સમયે ૧૬ વર્ષીય તરૂણીને બહાર ગામ જવાની બાબતને લઈને માતા-પિતા વચ્ચે થયેલી બોલાચાલીમાં તરૂણીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ નગરમાં આવેલ એચપી ગેસ ગોડાઉનની બાજુમાં રહેતા ભીખુભાઈ કોકણી અને તેમના પત્ની શરૂબહેન ભીખુભાઈ કોકણી પુત્રી નિકિતા ને બહારગામ જવાની બાબતને લઈને આજરોજ ઘરમાં બોલાચાલી અને ઝગડો કરતા હતા તે સમયે નિકિતા ને મનમાં લાગી આવતા તેણીએ જાતે પોતે ઓઢણીથી ફાંસો બનાવી રસોડાના છાપરાના આડિયા સાથે બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.બનાવ અંગે શરૂબેન ભીખુભાઈ કોકોણીએ સોનગઢ પોલીસને જાણ કરી હતી જેના આધારે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ વિપુલભાઈ હરગોવનભાઈ કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application