તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના કટાસવાણ ગામની સિમ માંથી આજરોજ મળસ્કે ભારતિય બનાવટનો વિદેશીદારૂનો એક મોટો જથ્થો વાહન ચેકીંગ દરમિયાન ઉચ્છલ પોલીસના જવાનોએ ઝડપી પાડ્યો છે.
તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું કટાસવણ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 ઉપર (બેડકી)પાસે બનાવવામાં આવેલ નાકા પોઈન્ટ પાસે આજરોજ મળસ્કે ઉચ્છલ પોલીસના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે વેળાએ એક ટેમ્પો નંબર એમએચ-04-ઇબી-3344 ને અટકાવી ચેકીંગ શરૂ કર્યું હતું.ચેકીંગ દરમિયાન ટેમ્પા માંથી જુદીજુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ નંગ 7152 મળી આવી હતી.જેની કિંમત રૂપિયા આશરે 4,24,800/-,તેમજ ટેમ્પાની કિંમત રૂ.5 લાખ તથા ત્રણ મોબાઇલ જેની કિ.રૂ.6,500/- સાથે ગોપાલભાઈ સંતોષભાઈ પાટીલ રહે,ધાનેરા તા-ચોપડા જી-જલગાંવ(મહારાષ્ટ્ર) ની અટક કરવામાં આવી હતી.ભારતીય બનાવટનો વિદેશીદારૂ,ટેમ્પો સહિત રૂપિયા 9,31,800/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ બનાવમાં અન્ય બે શખ્સો પ્રવીણ ઉર્ફે વિજય રહે,ઉપનગરી-જલગાંવ(મહારાષ્ટ્ર)તથા રાજભાઈ ને પોલીસ ચોંપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સમગ્ર બાબતે ઉચ્છલ પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ કોન્સ્ટેબલ મણીલાલભાઈ ઉકાજીભાઈની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500