તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,કલેક્ટર કચેરી દ્વારા નગરપાલિકા વ્યારા તથા સોનગઢ નગપાલિકાના સંયુકત ઉપક્રમે આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ૧૩ ઓકટોબર ઇન્ટરનેશન ડિઝાસ્ટર રિસ્ક રીડેકશન દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં સુરક્ષા સંબધિત સુત્રાચાર વાળુ ફેલક્ષ બેનરો પર હ્સ્તાંક્ષાર કરી અને આગ સલામતી અંગે હેન્ડ્બીલ આપી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ વ્યારા ખાતે તાપી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનીયા દ્વારા પ્રથમ હ્સ્તાંક્ષર કરી જયારે સોનગઢ ખાતે મામલતદારશ્રી દ્વારા હસ્તાંક્ષર કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તેમજ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, સભ્યોશ્રી,નગરપાલિકા સ્ટાફ દ્વારા પણ હસ્તાંક્ષર કરી આ કાર્યકરમમાં સહભાગી બની સલામતી અંગે ઝુંબેશ ચલાવી હતી.આ કાર્યકમનુ આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોકેજટ ઓફિસર કે.કે.ગામીત દ્વારા કરવામાં આવેલ હતુ.સાથે આ કાર્યક્રમમાં નગરપાલિકાના ફાયર વિભાગ અને આપદા મિત્રો હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application