તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકાની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 ઉપર ચચરબુંદા ગામના બસ સ્ટોપ પાસે આજરોજ બે જણાના મૃતદેહ મળી આવ્યા હોવાની જાણ ઉચ્છલ પોલીસને તથા પોલીસ દોડતી થઇ ગઈ હતી,ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી,બનાવ અંગે અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે,
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામના બસ સ્ટોપ પાસે નેશનલ હાઇવે માર્ગ નંબર 53 ઉપર આજરોજ એક અજાણ્યો પુરૂષ ઇસમ શરીરે મધ્યમ બાંધાનો,રંગ શ્યામ વર્ણનો ઉંચાઈ 5 ફૂટ 4 ઇંચ જેટલી,(ઉ.વ.આશરે 40 થી 45) તેણે શરીરે ક્રીમ કલરનું ઉભી લાઈનીંગ વાળું લાંબી બાઈનું શોર્ટ પહેરેલ હોય,અને કમરમાં કોફી કલરનું મેલું પેન્ટ પહેરેલ છે,તથા એક અજાણી મહિલા સ્ત્રી શરીરે મધ્યમ બાંધાની રંગે શ્યામ વર્ણ,ઉંચાઈ આશરે 5 ફૂટ 2 ઇંચ,તથા(ઉ.વ.આશરે 35 થી 40)ની છે,તેણે શરીરે ગુલાબી-પીળા ફૂલવાડી લીલા તથા સફેદ કલરની નાઈટી પહેરેલ હોય,તથા ગુલાબી તથા સફેદ કલરના ફૂલવાળી કથ્થઈ ઓઢણી ઓઢેલ છે,બંને જણાની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી,બંને જણા રસ્તો ઓળંગતી વખતે કોઈ ભારે વાહને ટક્કર મારતા સ્થળ પરજ મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે,ઉચ્છલ પોલીસ મથકે CRPC કલમ 174 મુજબ બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે.દેસાઈ કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500