બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે ભારતની જળસીમામાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતની જળસીમામાં માછલી પકડવા ઘૂસેલા બાંગ્લાદેશના 78 માછીમારોની ધરપકડ કરી છે. કોસ્ટ ગાર્ડે તેમની સાથે બે બાંગ્લાદેશી માછલી પકડનારા બે ટ્રોલરને પણ પકડી પાડ્યા છે. કોસ્ટ ગાર્ડે સમુદ્રી સુરક્ષાના ભાગરૂપે મહત્ત્વનું અભિયાન ચલાવ્યું હતું, જે હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડનું જહાજ IMBL પેટ્રોલિંગમાં હતું. આ દરમિયાન ભારતની જળસીમામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ જહાજે અનધિકૃત માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ બે બાંગ્લાદેશી માછીમારી ટ્રોલર્સની પણ ધરપકડ કરી છે. આ બંને જહાજોની ઓળખ એફવી લૈલા-2 અને એફવી મેઘના-5 તરીકે થઈ છે. આ પહેલીવાર નથી કે આવી ધરપકડ કરવામાં આવી હોય. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમયાંતરે આવી કામગીરી કરવામાં આવી છે. આ બંને જહાજો બાંગ્લાદેશમાં રજીસ્ટર્ડ થયેલા છે. એક જહાજમાં 41 અને બીજા જહાજમાં 37 લોકો સવાર હતા. ટ્રોલર્સની પૂછપરછ અને તપાસ કરવામાં આવી છે, ત્યારબાદ ભારતના મેરીટાઇમ ઝોન એક્ટ-1981 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને જહાજોની વધુ તપાસ કરવા માટે પારાદીપ લઈ જવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application