Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

77મો સ્વાતંત્ર્ય પર્વ સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વમાં નાગરિકોને જોડાવા વલસાડ કલેકટરની અપીલ

  • August 14, 2023 

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના કાર્યક્રમોનું રીહર્સલ વલસાડ જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. વાપીથી તાપી સુધીની ભૂમિ પરશુરામની ભૂમિ તરીકે જાણીતી છે. આ ભૂમિમાં દેશની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન રહયું છે, એવી વલસાડની ભૂમિના આંગણે આ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદાર બનવા વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વલસાડના નાગરિકોને અપીલ કરી છે. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ માટે આનંદ અને ગૌરવનો અવસર છે. રાષ્ટ્રીય મહામુલા પર્વમાં ભાગીદાર થવાનો આ પર્વ છે. વાપીના બલીઠા ખાતે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં વલસાડની ગૌરવગાથાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.



જ્યારે ધમડાચી એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરાશે. કલેકટરશ્રીએ તિરંગાને સલામી આપવા સૌને ઉપસ્થિત રહેવા અને ‘મેરી મીટ્ટી મેરા દેશ’ તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પણ સહભાગી બનવા અનુરોધ કર્યો છે. દક્ષિણ ઝોનના રેન્જ આઇજી વિકાસ સહાય એ પણ રાજ્યકક્ષાના યોજાનારા વિવિધ કાર્યક્રમોના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ધમડાચી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ ઉપરાંત ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાશે. પોલીસ દ્વારા એસ.ડી.આર.એફ./ એમ.ટી.એફ. નો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.



રાજયકક્ષા સ્વાતંત્ર્ય પર્વ ઊજવણી અવસરે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કાર્યક્રમ સુપેરે પાર પડે તે હેતુસર બનાવાયેલી વિવિધ સમિતિઓ દ્વારા તેમને સોંપાયેલી તમામ કામગીરીઓ પૂર્ણતા આરે છે. જિલ્લાની સરકારી ઇમારતોને પણ રોશનીથી શણગારી દેવામાં આવી છે. શહેરના માર્ગો અને જાહેર સ્થળો ઉપર સફાઇ અને રંગરોગાનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વલસાડના નાગરિકોમાં પણ આ પર્વને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application