Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર:નવાપુર-પીંપલનેર માર્ગ પર રૂપિયા 2.41 કરોડની સનસનીખેજ લૂંટ:પોલીસ તપાસનો ધમધમાટ

  • October 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:ગુજરાત રાજ્યને અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપુર તાલુકાનાં પીપલનેર માર્ગ પર આવેલ રાયપુર જામતલાવ ગામની હદ માંથી પસાર થતી એક કારમાં 2.41 કરોડ રૂપિયા લઈને જતાં સુરતના બે વ્યક્તિ તેમજ કાર ચાલકને એક કારમાં આવેલા લુટારુઓએ રિવોલ્વર તેમજ ચપ્પુની અણીએ અપહરણ કરી અંતરિયાળ વિસ્તારમાં આ ત્રણેય વ્યક્તિઓને છોડી મૂકી લૂટ કરી ફરાર થઈ જવાની ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાવથી 2,41,50,000/-રોકડા રૂપિયા લઈને સુરતના હરીશભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ તેમજ સફારી કારનો ચાલક શૈલેષભાઈ દ્વારકાભાઈ પટેલ (રહે,અલથાણ ભટાર,સુમન અમૃત સોસાયટી સુરત) નાઓ એક સફારી કાર નંબર એમ.એચ-19-બીયુ-9009 માં સુરત તરફ આવવા નીકળ્યા હતા અને ત્યાંથી અમદાવાદ જવાના હતા.ત્યારે નવાપુર તાલુકાના નવાપુર પીપલનેર રસ્તા ઉપર થઈ અંતરિયાળ વિસ્તારમાંથી ગુજરાતની હદમાં પ્રવેશવાના હતા.ત્યારે નવાપુર પીપલનેર રસ્તા ઉપર ગુરુવારના રોજ બપોરના 11 વાગ્યાના અરસામાં રાયપુર જામતલાવ ગામની હદમાં એક ઇનોવા કાર નંબર જીજે-5-સી.એલ-2243માં 6 અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા.અને હરીશ પટેલ અને મેહુલ પટેલ તેમજ શૈલેષની કારને આંતરીને રિવોલ્વર તેમજ ચપ્પુની અણીએ આ કર્મચારીઓને બંધક બનાવી તેમની કારમાં બેસાડી દીધા હતા. અને મારમારી 2.41 કરોડની લૂટ ચલાવી ભાગી છૂટ્યા હતા.ત્રણેય કર્મચારીઓના કપડાં કાઢી લઈ પીપલનેર રસ્તા ઉપર વારસા ફાટા નજીક છોડી મૂક્યા હતા.અને લુટારુઓ ફરાર થઈ ગયા હતા.ઘટના અંગે નવાપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.લૂટનો ભોગ બનનાર ત્રણેય વ્યક્તિઓનું અપહરણ કરી લુટારુઓએ સંપૂર્ણ નગ્ન કરી દીધા હતા.અને એક ખેતરમાં છોડી મૂક્યા હતા. ત્રણેય નગ્ન હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. અને ખેતરમાં છુપાઈ રહ્યા હતા. જ્યારે એક વયોવૃધ્ધ ખેડૂત આવતા તેમની મદદથી ગાડી નજીક પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.આ ત્રણેય કર્મચારી અમદાવાદનાં કમલેશભાઈ રજનીકાંત શાહના રૂપિયા લઈને આવતા હોવાનું ચર્ચાય રહ્યું છે. જોકે આટલી મોટી રોકડ રકમ લઈને આવતા હોય અને સોનગઢ મુખ્ય રસ્તા ઉપર ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહન ચેકિંગ કરતી હોવાને લઈ આ ટોળકી જંગલના અંતરિયાળ વિસ્તારમાંથી રોકડ રકમ લઈને પસાર થવાની હતી.અને એ દરમ્યાન જ લૂટ થઈ ગઈ હતી.સમગ્ર ઘટનાને જોતાં ચોક્કસ ટીપને આધારે લૂટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાય રહ્યું છે.હાલ મહારાષ્ટ્ર પોલીસે ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application