તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગર માંથી 16 વર્ષીય સગીરવયની યુવતીને વિધર્મી યુવક ભગાવી લઇ જવાના મામલે કેસની તપાસ માટે મુંબઇ ગયેલી તાપી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.
તાપી પોલીસે મુંબઈના જાંબાઝ પોલીસ સ્ટાફની મદદથી ગોવા વિસ્તાર માંથી સગીરવયની યુવતી અને વિધર્મી યુવક હુઝેફા ઉમરફારૂખ ગાડીવાલાને શોધી કાઢ્યા હતા.પોલીસ તપાસમાં હુઝેફા ઉમરફારૂખ ગાડીવાલાએ પોતાના મિત્ર આરીફ અનવર સૈયદની મદદગારીથી સગીરવયની યુવતીને બારડોલી ખાતેથી રીક્ષામાં કડોદરા ચાર રસ્તા સુધી લઇ ગયેલ અને કડોદરા ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતી ટ્રાવેલ્સ બસમાં બેસી અમદાવાદ ગયેલ તે પછી અમદાવાદ થી ટ્રાવેલ્સ બસમાં બેસી મુંબઈ નીકળી ગયેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું,તા.8મી ઓકટોબર નારોજ,મુંબઈ ખાતે સાંજ સુધી રોકાયેલ હતા અને ત્યારબાદ મુંબઈ ટ્રાવેલ્સમાં બેસી ગોવા ગયેલ હતા.આ દરમ્યાન હુઝેફા ઉમરફારૂખ ગાડીવાલાએ સગીરવયની યુવતી સાથે દુષ્કર્મ આચરેલ હોય,મેડીકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે હુઝેફા ગાડીવાલાને ભગાડવામાં મદદગારી કરનાર અનવર સૈયદ રહે,આશિયાના નગર,બારડોલી ના યુવકની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે,અહીં આપને જણાવી દઈએ છીકે,બારડોલીના માછીવાડ વિસ્તારમાં રહેતો હુઝેફા ફારૂક ગાડીવાલા નામનો યુવક વ્યારા નગર માંથી તા.7મી ઓક્ટોબર નારોજ,એક 16 વર્ષીય સગીરવયની હિન્દુ સમાજની દિકરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.દિકરી મોડે સુધી ઘરે પરત ન ફરતા અને પરિવારજનો દ્વારા નગરમાં તપાસ આદરી શોધખોળ કરાતા દિકરીને વિધર્મી યુવક હુઝેફા ફારૂક ગાડીવાલા ભગાડી ગયો હોવાનું ધ્યાને આવ્યુ હતું.હિન્દુ સમાજની સગીરવયની યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવાની ઘટનાની જાણ થતા લોકોએ સ્વેચ્છિક રીતે વ્યારા બંધ પાડ્યો હતો અને બારડોલીમાં રેલી કાઢી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું,સમગ્ર મામલે વ્યારા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500