તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના તાડકુવા ગામની સીમમાં નેશનલ હાઇવે માર્ગની બાજુમાં પેટ્રોલ પંપ માટે ફાળવવામાં આવેલ જમીનમાં ગેરકાદેસર રીતે કરવામાં આવતું માટી પુરાણનું કૌભાંડ તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યા બાદ કસુરવારોને રૂપિયા 3.73 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,જેને લઈ માટી ચોરટાઓમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે,
વ્યારા-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પરથી ગેરકાયદેસર રીતે સાદી માટી વહન કરતી ઝડપાયેલી માત્ર એક ટ્રકની તપાસમાં માટી ચોરટાઓના પગ તળેથી જમીન ખસી ગઈ છે,વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 277 વાળી જમીનમાં પેટ્રોલ પંપ માટે ફાળવવામાં આવેલ જમીનમાં મોટાપાયે ગેરકાદેસર રીતે માટી પુરાણ ચાલતું હોવાની જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરે કડક કાર્યવાહી કરવા માટે આપેલી સુચનાને આધારે વ્યારા પ્રાંત અધિકારી તુષારભાઈ જાની સહિતનો સ્ટાફ 2જી ઓક્ટોબર નારોજ રાત્રીના સમયે વ્યારા-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પર ચેકિંગમાં હતા તે વેળાએ માટી ભરેલી એક ટ્રક નંબર GJ-26-T-5086 ઝડપી પાડી હતી અને તપાસ શરૂ કરી હતી.જેમાં સોનગઢના જુનવાણ ગામમાં આવેલ અંબિકા સ્ટોન કવોરી સર્વે 106 બ પૈકી વાળી જમીન અને કનૈયા સ્ટોન કવોરી સર્વે નંબર 111 પૈકી વાળી જમીન માંથી મોટાપાયે ગેરકાદેસર રીતે માટી ખનન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.જેને લઇ માટી ચોરટાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો,તા.ચોથી ઓક્ટોબર નારોજ સોનગઢના જુનવાણ ગામમાં માટી ચોરી સ્થળ પર પ્રાંત અધિકારી,ભૂસ્તર અધિકારીના સ્ટાફ સહિત ગામના સરપંચ અને તલાટીને સાથે રાખી માટી ખનન સ્થળોએ માપણી શરૂ કરવામાં આવી હતી.જેમાં મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા એક ડુંગર પરથી મોટાપાયે રોયલ્ટી વિના જ લાખો મેટ્રિક ટન માટી બારોબાર વેચી મારી હોવાનું જિલ્લામાં સૌથી મોટું માટી ચોરી કૌભાંડનો પર્દાફાસ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે,પેટ્રોલ પંપના માલિક તેમજ સ્ટોન કવોરીના ભાગીદારો સહીત ચાર જેટલા કસુરવારોને નોટીસ ફટકારી દિન 15માં દંડની રકમ ભરી જવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે,
high light-કોને કેટલો દંડ ફટકારવામાં આવ્યો..
(1)અંબિકા સ્ટોન કવોરી,જુનવાણ-સોનગઢ:2,62,98,234/-(બે કરોડ બાસઠ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો ચોંત્રીસ રૂપિયા)
(૨)કનૈયા સ્ટોન કવોરી,જુનવાણ-સોનગઢ:1.03,50,416/-(એક કરોડ ત્રણ લાખ પચાસ હજાર ચારસો સોળ રૂપિયા)
(3)તુષારભાઈ ધીરૂભાઈ ચૌધરી,પેટ્રોલ પંપ માલિક-વ્યારા તાડકુવા:5,36,175 /-(પાંચ લાખ છત્રીસ હજાર એકસૌ પંચોતેર રૂપિયા)
(4)ભરતસિંહ સુરેન્દ્રસિંહ કુમાર,ટ્રક માલિક,ખડકા ચીખલી-સોનગઢ:2,08,300/-(બે લાખ આઠ હજાર ત્રણસો રૂપિયા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application