Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં પરપ્રાંતીયોને પૂરતી સુરક્ષા અપાશે:વાતાવરણ ડહોળનારા તત્વોની તુરંત ધરપકડ કરાઇ છે:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

  • October 08, 2018 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંત માંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે.અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે,તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે.ત્યારે,સૌ નાગરિક ભાઇઓ બહેનોને મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી છે કે રાજ્યમાં સૌ કોઇ ભાઇચારા અને શાંતિનો માહોલ બનાવી રાખે. High light-ગુજરાતમાં શાંતિ અને ભાઇચારો બનાવી રાખવા મુખ્યમંત્રીશ્રીની અપીલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application