તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની મીટીંગમાં પ્રિન્સિપલ સેક્રેટરી અને ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર ડો.જ્યંતી રવિ ઉપસ્થિત રહ્યાં હતાં સાથે તેમણે વ્યારાની જનરલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી અને આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું,સાથે તેમણે ખાસ કરીને આદિવાસી વસ્તીમાં જોવામાં મળતો સિકલસેલ એનિમિયા રોગ અને બીમારી ને ગંભીરતાથી લીધી હતી અને વ્યારા ખાતે છેલ્લા 28 વર્ષથી આર્યુવેદીક સંસ્થા સાથે સંકળાયેલા અને સિકલસેલ એનિમિયાના રોગ માટે T-AYU-HM આર્યુવેદીક ધન્વંતરી ક્લિનિક ની મુલાકાત પણ લીધી હતી.આર્યુવેદીક દવાથી સિકલસેલ એનિમિયાની ગંભીર બીમારીથી પીડાતા દર્દીને T-AYU-HM આર્યુવેદીક દવા લેવાથી સિકલસેલ કટોકટીના કેસમાં થતો ઘટાડો અને ગંભીર બીમારી થી પીડાતા દર્દીને આ દવા લેવાથી થતા ફાયદા અંગે જાણકારી મેળવી હતી સાથે આ દવા લેવાથી તંદુરસ્ત જીવન જીવતા સિકલસેલના દર્દીની પણ રૂબરૂ મુલાકાત લઈને આ દવા લેવાથી તેમને કેટલો ફાયદો થયો તે અંગે જાણકારી મેળવી હતી.અને વૈજ્ઞાનિક સંશોધન મુજબ સિકલ રક્તકણ પર સીધી અસરકારક પુરવાર થયેલ T-AYU-HM દવા દરેક દર્દી સુધી પોહચે તે અંગે ના સૂચનો જિલ્લા આરોગ્ય અધિકારીઓને કર્યા હતા.આરોગ્ય કમિશનરની સાથે તાપી જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી અને જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application