Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ:ગાંધીજીના આદર્શો અને જીવનમૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરવા હાકલ કરતા જિલ્લા સમહર્તા એન.કે ડામોર

  • October 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સત્ય અને અહિંસાના જોરે દેશને ગુલામીની જંજીર માંથી આઝાદ કરાવનાર મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ સમાજને નવી રાહ ચીંધે છે.આપણે પણ આપણા જીવનને સાર્થક કરવા માટે ગાંધીજીના આદર્શો અને જીવનમૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીએ એમ તાપીના કલેકટર એન.કે એન.કે ડામોર જણાવ્યું હતું. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કલેકટર ડામોરે જણાવ્યું હતું કે,સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી મહાત્મા ગાંધીએ સત્ય,અહિંસા, અપરિગ્રહ તેમજ વાલીપણાના આપેલા સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.તેમણે સમાજમાં ભાઇ-ચારાની ભાવનાને અકબંધ રાખવી હશે તો ગાંધી વિચારોનું વાવેતર કરવું પડશે એમ વધુમાં જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના તમામ નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય એવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અગ્રણીઓએ સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા હતા.શાળાના વિદ્યાર્થીઓ વ્હોરા રૂસાનભાઇ, કોઠારી રાજવીબેન,રોહનકુમાર, કે.કે.કદમ વિદ્યાલયના શિક્ષિકા સંગીતાબેન ચૌધરી અને વ્યારા કોલેજના નિવૃત પ્રાધ્યાપક શાંતિલાલભાઇ મેરાઇએ ગાંધીજીના જીવન દર્શન અંગે તેમના વિચારો વ્યકત કર્યા હતા. વ્યારા ખાતે આવેલા રિવરફ્રન્ટ ખાતે ગાંધીજીના જીવનને સ્પર્શતા ભજનો અને રાષ્ટ્રભક્તિ ગીતોની ભજનસંધ્યા પણ યોજવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન વ્યારા નગરમાં સફાઇની શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કામદાર અને ડ્રાયવરનું પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉપસ્થિત સૌએ સ્વચ્છતા રાખવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમ પૂર્વે જિલ્લાના વડામથક વ્યારા નગરમાં ગાંધીના વિચારોને વ્યક્ત કરતા પ્લે કાર્ડ અને નારાઓ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી નગરમાં ફરી ગાંધી પ્રતિમા સુધી પોહંચી હતી જયાં જિલ્લા કલેકટર એન.કે ડામોર,જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઇ જોખી અને અન્ય મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઇ જોખીએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન બાબાનંદ અને તેમના ગૃપે પ્રાર્થના તથા સુજલ દેસાઇ અને તેમના ગૃપે નૃત્યુ રજૂ કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન ઉચ્છલના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.બી.પટેલે આટોપી હતી.કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન સુરેખાબેન, નગરસેવક ભરતભાઇ, પાર્વતીબેન,વ્યારા પ્રાંત તુષારભાઇ જાની,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ પટેલ, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ હસમુખભાઇ ગામીત, વ્યારા મામલતદાર ભાવસાર, શાળાના વિદ્યાર્થીઓ,નગરજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application