તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના ભડભૂંજા ગામના ચાર રસ્તા પાસે સેલુડ જતા રસ્તા ઉપર આવેલ દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે,તાપી પોલીસના હાથે પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન સોનગઢ,ઉકાઈ વિસ્તારમાં આવેલ ગલ્લાના તાળા તોડી ચોરી કરી હોવાનું પણ તપાસમાં બાહર આવ્યું છે,પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન,બાઈક સહિત રૂ.59,907/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉચ્છલ તાલુકાના ભડભૂંજા પાસે ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરટાઓને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસ તપાસ દરમિયાન ગત તા.26મી સપ્ટેમ્બર નારોજ,રાત્રીના સમય દરમિયાન મોબાઈલના દુકાનનું શટર તોડી એકસો બ્લેડ તથા પકડ તથા ડીશમીશની મદદથી દુકાન માંથી મોબાઈલ ફોન,ચલણી સિક્કાની ચોરી કરેલ હોવાનું જણાતા તે ઇસમને સાથે રાખી તેના ઘરેથી ચોરીના રાખેલ મોબાઈલ ફોન નંગ 7,જેની કિંમત રૂપિયા 12,663/-,તથા અન્ય આરોપીના ઘર માંથી તથા અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઈલ નંગ 1 કિં.રૂ.5,000/-તથા સ્કુલ બેગ માંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 12 જેની કિ.રૂ.18,979/-,તથા જુદાજુદા દરના પરચુરણ સિક્કા રૂ.255/-તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોટર સાયકલ નંબર GJ-26-Q-7595 ની સીટ નીચે તપાસ કરતા ચોરી કરવા માટેના સાધનો મળી આવ્યા હતા જેમાં એકસો બ્લેડ હાથ સાથેની,લીલા કલરનું હાથ વાળું ડીસમિસ તથા પકડ મળી આવ્યું હતું.તેમજ અન્ય આરોપીની અંગ ઝડતી માંથી મોબાઈલ ફોન નંગ 2 કીં.રૂ.2,000/-નો મળી આવ્યો હતો આમ ચોરી કરનારા શખ્સો પાસેથી જુદીજુદી કંપનીના કુલ મોબાઈલ ફોન નંગ 23 જેની કિં.રૂ.39,652/-,તથા મોટર સાયકલની કિં.રૂ.20,000/-,ચલણી સિક્કા રૂ.255/- મળી કુલ્લે રૂપિયા 59,907/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ચોરટાઓની પૂછપરછ દરમિયાન ઉકાઈ અને સોનગઢ વિસ્તારમાં આવેલ જુદાજુદા ગામોમાં ગલ્લાના તાળા તોડી ચોરી કરી હોવાનું કબુલાત કર્યું હોવાનું જાણવા મળ્યું છે,
high light-તાપી જિલ્લા પોલીસના હાથે પકડાયેલા આરોપીઓ..
(1)અભિષેક ગીમ્બીયાભાઈ ગામીત રહે,ગુણસદા-સોનગઢ
(2)રવિભાઈ પરતિયાભાઈ ગામીત રહે,ગુણસદા ગામ,નવીફળિયું-સોનગઢ
(3)કૈલાસ ઉર્ફે કેવલ નારણભાઈ ગામીત રહે,વડપાડા,દાદરીફળિયું-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500