Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:ફોરેસ્ટ ખાતાના સ્ટાફને ધમકી:રાણીઆંબા ગામમાં નોકરી કેવી રીતે કરો છો:પોલીસ મથકે ગુન્હો નોંધાયો

  • September 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ચિચબરડી ગામ પાસે ફોરેસ્ટ સ્ટાફના કર્મચારીને ધમકી આપી ફોરેસ્ટ ખાતાની કાયદેસરની ફરજમાં રુકાવટ કરનાર શખ્સ વિરુદ્ધ આજરોજ વ્યારા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ચિચબરડી ગામે સ્કૂલની બાજુ માંથી જતા રસ્તા ઉપર તા.૨૨મી સપ્ટેમ્બર નારોજ,ફોરેસ્ટ ખાતાના સ્ટાફે લાકડા ભરેલ એક મારુતિવાન નંબર જીજે-૧૬-સી-૦૯૮૬ ને પકડેલા હોય,મારુતિવાનની ચાવી ફોરેસ્ટ ખાતાના રોજમદાર નવુભાઈ કોંકણી પાસે હોવાથી રુબેજભાઈ નુરૂભાઈ મલેક રહે,ઢોંગીઆંબા-વ્યારા નાએ મારુતિવાન ની ચાવી માંગતા તે ચાવી રોજમદારે નહિ આપતા ફોરેસ્ટના માણસો સાથે ઝપાઝપી કરી ગમેતેમ બોલી લાકડું ઉગામી રાણીઆંબા ગામમાં તમે નોકરી કેવી રેતી કરો છે તેવી ધમકી હતી,બનાવ અંગે ફોરેસ્ટ ખાતાના કર્મચારી પંકજભાઈ દાનાભાઈ બાબરીયા એ આજરોજ વ્યારા પોલીસ મથકે રૂબેજભાઈ મલેક વિરુદ્ધ ફોરેસ્ટ ખાતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી,ધમકી આપી ઝપાઝપી કરી હોવાની ફરિયાદ છે.જેમની ફરીયાદને આધારે રૂબેજભાઈ મલેક વિરુદ્ધ ઇપીકો ૧૮૬,૩૨૩,૫૦૬(૧)મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ યોગેશભાઈ રોહિદાસભાઈ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application