તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ડોકટરની ચિઠ્ઠી વગર દવાઓના થતા ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ સામેના વિરોધમાં દવાના વેપારીઓ દ્વારા આજરોજ 'ભારત બંધ' પાળવામાં આવી રહયો છે.દેશભરમાં ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં કેમીસ્ટ એસોશિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.જેને અનુલક્ષીને તાપી કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન,વ્યારા જિ. તાપી પણ હડતાલમાં જોડાયું છે,આ બંધમાં તાપી જિલ્લા સહિત ગુજરાતભરના દવાના વેપારીઓ પણ જોડાયા છે.ભારત બંધનું એલાન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા કરવામાં આવ્યું છે.ઓનલાઇન ફાર્મસીને કેન્દ્ર સરકારના સમર્થન સામેના વિરોધમાં આજના બંધમાં તાપી જીલ્લાના વ્યારા,સોનગઢ, સહિત મેડીકલ સ્ટોર્સના દુકાનદારોએ તાપી જિલ્લામાં આ બંધને ટેકો જાહેર કર્યો છે.આમ,તાપી જિલ્લામાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application